
હાઇવે પર લાંબો ટ્રાફિક જામ મહારાષ્ટ્રના નાગપુર-અમરાવતી હાઇવે પર ૧૩.૫ ટન વિસ્ફોટકો ભરેલું કન્ટેનર પલટ્યું ભીષણ ટક્કર એટલી શક્તિશાળી હતી કે કન્ટેનર ટ્રેલરની મુખ્ય ચેસિસથી તૂટીને અલગ થઈ ગયો અને સીધો રોડ પર ફંગોળાઈ ગયો હતો
મહારાષ્ટ્રના નાગપુર-અમરાવતી હાઇવે પર ૧૩.૫ ટન વિસ્ફોટકો ભરેલું કન્ટેનર પલટ્યું, મોટી દુર્ઘટના ટળી. મહારાષ્ટ્રના નાગપુર-અમરાવતી હાઈવે પર શુક્રવારે રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાતા સર્જાતા રહી ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ધામના વિસ્તારમાં આ અકસ્માત રાત્રે આશરે ૮ વાગ્યે થયો હતો. લગભગ ૧૩.મહારાષ્ટ્રના નાગપુર-અમરાવતી હાઈવે પર શુક્રવારે રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાતા સર્જાતા રહી ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ધામના વિસ્તારમાં આ અકસ્માત રાત્રે આશરે ૮ વાગ્યે થયો હતો. લગભગ ૧૩.૫ ટન વિસ્ફોટક (બારૂદ) ભરેલો એક કન્ટેનર અચાનક પલટી ગયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે હચમચ મચી ગઈ હતી. સદનસીબે, કન્ટેનરની અંદર રહેલું વિસ્ફોટક મટીરીયલ બહાર ન આવતા એક મોટી અને વિનાશક હોનારત ટળી ગઈ હતી.ઘટનાની વિગતો મુજબ, ચાલક રોશન નું વાહન પરથી અચાનક નિયંત્રણ છૂટી ગયું હતું. આ નિયંત્રણ ગુમાવવાને કારણે ભારે ભરખમ ટ્રેલર રોડની વચ્ચે આવેલા ડિવાઈડર સાથે જાેરદાર ટકરાઈને પલટી મારી ગયું હતું. ભીષણ ટક્કર એટલી શક્તિશાળી હતી કે કન્ટેનર ટ્રેલરની મુખ્ય ચેસિસથી તૂટીને અલગ થઈ ગયો અને સીધો રોડ પર ફંગોળાઈ ગયો હતો. આ અકસ્માતમાં કન્ટેનર ચાલક રોશન હરિજન ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.આ દુર્ઘટનાને કારણે નાગપુર તરફ જતો મુખ્ય હાઈવેનો રસ્તો સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો હતો. હાઇવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહનોની અવરજવર કલાકો સુધી ભારે પ્રભાવિત રહી હતી. પ્રશાસન અને ટ્રાફિક પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે સ્થિતિ પર કાબૂ મેળવીને વાહન વ્યવહાર પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ કન્ટેનરમાં બારૂદ બનાવતી એક અગ્રણી કંપનીનું કાચું મટીરીયલ (રો-મટીરીયલ) ભરેલું હતું. અકસ્માતના આ બનાવ અંગે હિંગણા પોલીસ સ્ટેશન દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા અને વાહનની ટેકનિકલ ખામી સહિતના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.




