
CJP ચીફ અભિજીત દીપકેનું એલાન અમે કોઈ બોન્ડ સાઈન નથી કર્યા, ફરીથી રસ્તા પર ઊતરીશું સીજેપીનો આ જવાબથી સ્પષ્ટ સંકેત આપે છે કે આવનારા દિવસોમાં રાજધાનીના રસ્તા પર ફરીથી એક વાર ભારે રાજકીય સંગ્રામ જાેવા મળશે
કોકરોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજીત દીપકેએ એક પોસ્ટમાં સ્પષ્ટ કરી દીધું છે કે તેમને ફરીથી રોડ પર પ્રદર્શન કરતા કોઈ રોકી શકશે નહીં. તેમણે લખ્યું છે કે, અમે એવા કોઈ બોન્ડ સાઈન નથી કર્યા, જે અમને પ્રદર્શન કરતા રોકી શકે. અમે ફરીથી રોડ પર ઉતરીશું.
હકીકતમાં જાેઈએ તો, કાલ સુધી સોશિયલ મીડિયા પર એવું કહેવાતું હતું કે, સીજેપીના સંસ્થાપકો સહિત આશુતોષ રાંકા અને સૌરવ દાસે પોલીસ અને કોર્ટ આગળ ઘુંટણીયા ટેકવી દેતા બોન્ડ સાઈન કર્યા છે, કે તેઓ ભવિષ્યમાં ક્યારેય વિરોધ પ્રદર્શન નહીં કરે. પણ અભિજીત દીપકેએ પોતાના કડક અને નિર્ભિક અંદાજમાં આ તમામ પોકળ દાવાની હવા કાઢી નાખતા દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું છે.
સીજેપીનો આ જવાબથી સ્પષ્ટ સંકેત આપે છે કે આવનારા દિવસોમાં રાજધાનીના રસ્તા પર ફરીથી એક વાર ભારે રાજકીય સંગ્રામ જાેવા મળશે. આ બાજુ સીજેપીના આશુતોષ રાંકા અને સૌરવ દાસે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ચીફ ઈલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ચાલી રહેલી મુહિમ માટે વિપક્ષનો સાથ માગ્યો છે.
આ અગાઉ દિલ્હી પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જાણકારી આપતા જણાવ્યું હતું કે સીજેપીના નેતાઓને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ અંતર્ગત ધરપકડ કરવામાં આવ્યા છે. જીઈસ્ કોર્ટે ત્રણેય નેતાઓને ૫૦ હજારના જામીની બોન્ડ પર એ શરત સાથે મુક્ત કર્યા છે કે તેઓ આગામી ૧ વર્ષ સુધી વિસ્તારમાં શાંતિ અને સદ્ભાવ બનાવી રાખશે અને કાયદો અને વ્યવસ્થા બગાડનારી કોઈ પણ ગતિવિધિમાં સામેલ થશે.




