
મનાઈ કરવા છતાં ફોટોગ્રાફર તસવીર પાડે તો તેને ત્યાં જ તમાચો મારી દેવો કેટલીક હિરોઈનો બેક શોટ માટે પાપારાઝીઓને પૈસા આપે છે : સલમાન મનાઈ છતાં આવા ફોટા લેવાનું બંધ નહીં કરે તેવા પાપારાઝીઓ સામે સલમાન ખાન હવે પોતે પગલાં લેશે
સલમાને સ્વીકાર્યું છે કે કેટલીક હિરોઈનો બેક શોટ માટે સામે ચાલીને પાપારાઝીઓને પૈસા આપે છે. જાેકે, તેણે જે હિરોઈનો આવા ફોટા બાબતે અસહજ છે તેમના ધરાર ફોટા પાડવા સામે પાપારાઝીઓને ચેતવણી આપી છે. સલમાને કહ્યું છે કે મનાઈ છતાં આવા ફોટા લેવાનું બંધ નહીં કરે તેવા પાપારાઝીઓ સામે પોતે પગલાં લેશે. તેણે કહ્યુું હતું કે અગાઉ પણ મેં આ વાચ ઉચ્ચારી હતી પરંતુ પાપારાઝીઓને લાગ્યું હતું કે હું મજાક કરી રહ્યો છું. પરંતુ, હું મજાકના મૂડમાં નથી. નેહા ધૂપિયાએ સલમાનનો આભાર માનતા કહ્યું કે તેમના જેવા પ્રભાવશાળી અવાજની બોલીવૂડને જરૂર હતી, જેથી પાપારાઝી પોતાની સીમા ઓળંગવાનું બંધ કરે. સલમાને અભિનેત્રીઓને પણ સલાહ આપી કે મનાઈ કરવા છતાં ફોટોગ્રાફર તસવીર પાડે તો તેને ત્યાં જ તમાચો મારી દેવો. જેમને વાંધો નથી તેમની તસવીર ભલે લેવામાં આવે, પણ ઈનકાર કર્યા પછી કોઈ અભિનેત્રીની અભદ્ર તસવીર લેવામાં આવશે તો તે જાતે તેમને પાઠ ભણાવશે. સલમાનની ચેતવણી પછી ફરાહ ખાન સહિત અનેક સેલેબ્રિટીઓએ ફોટોગ્રાફરોને મંજૂરી વિના વાંધાજનક ફોટા ન લેવાની વિનંતી કરી હતી.




