
સત સનાતન અખંડ ઉગમધારાની અનંત કૃપા થકી, સતગુરુ સાહેબ આશ્રમસ્થાન (માતૃશ્રી અમર જ્યોતિધામ), મુ.: નાનીખોડિયાર (ગીર), તા.: મેંદરડા, જી.: જૂનાગઢ (સોરઠ) ખાતે પ.પૂ. સંતશ્રી જયાબાની પ્રેરણા તથા “સગુણ + નિર્ગુણ” અખંડ સંત અખાડાના બાવન ગાદીપતિ સંતો દ્વારા અને અનેક નામી-અનામી સંતોની હાજરી તેમજ અનેક ધર્મપ્રેમી હંસોની સાક્ષીએ, સતગુરુ સાહેબ આશ્રમસ્થાન (અમરધામ), મુ.: દેલવાડ (ગામનારું), તા.: માણસા, જી.: ગાંધીનગરના અધિષ્ઠાયક માતૃશ્રી અમૃતાબાને “શ્રી શ્રી ૧૦૮ અનંતવિભૂષિત પ.પૂ. સંતશ્રી”ની સનાતનધારાની ગૌરવશાળી પદવીથી નવાજવામાં આવેલ છે. આ પ્રસંગે શ્રી શ્રી ૧૦૮ અનંતવિભૂષિત પ.પૂ. સંતશ્રી અમૃતાબા (દેલવાડ) અને સતગુરુ પ.પૂ. સંતશ્રી જયાબા (નાનીખોડિયાર–ગીર) ઉપસ્થિત રહ્યા હતા.




