
એકતા કપૂરે જાહેરાત કરી, કાસ્ટિંગ હજુ બાકી ડર્ટી પિક્ચર ટુની ઘોષણા : આ વખતે કોઈ અન્ય હિરોઈનની સ્ટોરી હશે ‘ડર્ટી પિક્ચર’ સિલ્ક સ્મિતા વિશે હતી. જેને પોતાની સેક્સ્યુઆલિટી દર્શાવવા બદલ નિંદાનો ભોગ બનવું પડયુ હતું
એક્તા કપૂરે ૧૫ વર્ષ બાદ ‘ડર્ટી પિક્ચર ટુ બનાવવામાં આવી રહી હોવાની ઘોષણા કરી છે. આ ફિલ્મ પણ એક ફિલ્મી હસ્તીની જીવનકથા હશે. ૨૦૧૧માં આવેલી ‘ડર્ટી પિક્ચર’ સિલ્ક સ્મિતાની બાયોપિક હતી જેમાં વિદ્યાબાલને મુખ્ય ભૂમિકા ભજવી હતી.એક્તાએ એક પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે ‘ડર્ટી પિક્ચર’ સિલ્ક સ્મિતા વિશે હતી. જેને પોતાની સેક્સ્યુઆલિટી દર્શાવવા બદલ નિંદાનો ભોગ બનવું પડયુ હતું. હવે સેક્ક્યુઆલિટી એ તમારી પસંદગીની બાબત છે. હું તેને વિક્ટીમ તરીકે નહીં પણ પોતાની સેકસ્યુઆલિટીની ઉજવણી કરનારી વ્યક્તિ તરીકે જાેઉં છું. ફિલ્મ સારી ચાલી હતી.૪૫૦થી વધારી ફિલ્મ કરનારી સિલ્ક સ્મિતાએ ૩૫ વર્ષની વયે ચેન્નાઇમાં પોતાના ઘરમાં આત્મહત્યા કરી હતી. વિદ્યા બાલનને આ ફિલ્મની ભૂમિકા માટે ઉત્તમ અભિનેત્રીનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. આ ભૂમિકામાં સિગરેટ પીધાં પછી વિદ્યા બાલનને સિગરેટ પીવાનું વ્યસન થઇ જતાં તે રોજની બે-ત્રણ સિગરેટ પીતી થઇ ગઇ હતી. વિદ્યા બાલન ‘જેલર ટુ’માં પણ સિગરેટ પીતી જાેવા મળશે.




