
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
આજકાલ દેશમાં અને ખાસ કરીને પાટનગર દિલ્હી માં જાણે કે આઝાદી નો જંગ ચાલતો હોય એવો માહોલ આજે દ્રશ્યમાન થઇ રહ્યો છે અને એનું કારણ છે સત્તાધારી શાસક પક્ષની પ્રજાને ચૂપ કરવાની રણનીતિ સાથેની રાજનીતિ.
પ્રાચીનકાળથી દુનિયામાં અનેક સામ્રાજ્યોમાં અનેક પ્રકારની શાસન પ્રણાલિકાઓ માણસ જાતે જોઈ છે અને ઇતિહાસમાં એ બધા પ્રયોગો અને અખતરાઓ વિસ્તારપૂર્વક ભણાવવામાં આવ્યા છે. જે જે શાસકોએ પ્રજા પર પોતાનું અધિકાધિક પ્રભુત્વ સ્થાપવાના મોહમાં વધુમાં વધુ અંકુશ રાખ્યા છે તે તમામ શાસકો તત્કાલીન પ્રજા માટે અને ઇતિહાસકારોની દ્રષ્ટિએ બહુ જ તિરસ્કૃત નીવડયા છે.
આજે દેશની પણ આ જ હાલત હોય એમ લાગી રહ્યુ છે. કારણ કે નમો સરકાર મેમો સરકાર બની ગઈ છે. કારણ કે ઓફિસે જવા નીકળેલા એક્ઝિક્યુટિવને ચાર રસ્તે જે તુમાખીથી, ટ્રાફિક પોલીસ અટકાવે છે એના કડવા ઘૂંટડા પી રહેલી પ્રજાએ હવે મોદી સરકાર પ્રત્યેનો આદર સદંતર ગુમાવી દીધો છે.
ભાજપ સરકાર સત્તામાં આવ્યા બાદ લીધેલા નોટબંધીના નિર્ણયે એક એક માણસને લાઈનમાં ઉભા રાખી દીધા. બધાએ પોતાની તિજોરીમાંથી, ખિસ્સામાંથી, પાકીટમાંથી કે રસોડાની બરણી માં છુપાવીને રાખેલા બચતના પૈસા જમા કરાવવા દોડવું પડયુ. એના પછી જીએસટીના અણધડ અમલીકરણે કરોડો વેપારીઓને મુશ્કેલીમાં મુક્યા. આ દરમિયાન જ દબાતા પગલે એવો નિયમ પણ અમલમાં મુકવામાં આવશે કે દરેક ટુ-વ્હીલર ની હેડલાઈટ ફરજિયાત ચાલુ રહે. આમ પબ્લિકને સરકારી નિર્ણયમાં સતત કેમ એન્ગેજ રાખવી એજ સરકાર હંમેશાં વિચારતી હોય છે. અને એને લઈને દેશના મોટાભાગના વાહન ચાલકો મેમોના ભાર નીચે દબાઈ ગયા છે. ત્યારે ભારતમાં ઘણા સિગ્નલો બગડેલા છે, દર ચોમાસે રસ્તા ધોવાઈ જાય છે, ફૂટપાથો દબાણોથી દબાયેલી છે એવા સમયે સરકારની
તાનાશાહી સામે પ્રજા પણ દબાયેલી જ છે.




