
બનિતા સંધુનું નામ પણ ફિલ્મ સમુક સાથે જાેડાયું અક્ષય કુમારની સાયન્સ ફિક્શન ફિલ્મ સમુકમાં ગ્લેમરનો તડકો અભિનેત્રી બનિતા સંધુને ચાહકોએ અત્યાર સુધી અભિનેતા વરુણ ધવનની ફિલ્મ ઓક્ટોબરમાં જાેઈ હતી ધ કેરળ સ્ટોરી બનાવનાર ફિલ્મ નિર્માતા વિપુલ અમૃતલાલ શાહની આગામી ફિલ્મ સમુક છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી જ તેની કલાકારોની પસંદગીને લઈને લોકોમાં ભારે ઉત્સુકતા છે. હવે આ સાયન્સ-ફિક્શન એક્શન થ્રિલરની હિરોઇન કોણ હશે, તેને લઈને નવી માહિતી સામે આવી છે.
અક્ષય કુમારની ફિલ્મ સમુક એક સાયન્સ ફિક્શન એક્શન થ્રિલર છે, જેને વિપુલ અમૃતલાલ શાહ લઈને આવી રહ્યા છે. ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી જ દરેકની નજર તેની મુખ્ય હિરોઇન પર હતી. હવે કલાકારોની પસંદગીને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. હકીકતમાં, બનિતા સંધુનું નામ પણ ફિલ્મ સમુક સાથે જાેડાયું છે.
અહેવાલો અનુસાર, અભિનેત્રી બનિતા સંધુને ચાહકોએ અત્યાર સુધી વરુણ ધવનની ફિલ્મ ઓક્ટોબરમાં જાેઈ હતી. હવે તેની જાેડી અક્ષય કુમાર સાથે બનતી જાેવા મળી રહી છે. તે સાયન્સ-ફિક્શન એક્શન-સર્વાઇવલ થ્રિલરનો ભાગ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કનિષ્ક વર્માના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં બનિતા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતી જાેવા મળશે.
કહેવામાં આવી રહ્યું છે કે તે બ્રિટનમાં જન્મેલી એક ભારતીય મહિલાનું પાત્ર ભજવશે, જે પોતાને એવા મિશનનો ભાગ બનેલી જુએ છે, જેની સાથે તેને કોઈ લેવાદેવા હોવી જાેઈતી નહોતી. સનશાઇન પિક્ચર્સના બેનર હેઠળ વિપુલ અમૃતલાલ શાહ દ્વારા નિર્મિત અને આશિન એ. શાહ દ્વારા સહ-નિર્મિત સમુકનું શૂટિંગ હાલમાં લંડનમાં ચાલી રહ્યું છે. ફિલ્મ સમુકના માધ્યમથી અક્ષય કુમાર અને વિપુલ અમૃતલાલ શાહ ફરી એકવાર સાથે આવ્યા છે. બંને ૧૩ વર્ષ પછી સાથે કામ કરતા જાેવા મળશે. બનિતા સંધુની વાત કરીએ તો તેણે ફિલ્મ ઓક્ટોબરથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે સરદાર ઉધમમાં જાેવા મળી હતી. તાજેતરમાં તે મૈં વાપસ આઉંગામાં પણ જાેવા મળી હતી. આ ઉપરાંત, તે આંતરરાષ્ટ્રીય સિરીઝ બ્રિજર્ટનનો પણ ભાગ રહી ચૂકી છે. હવે સમુકના માધ્યમથી અભિનેત્રી ફરી એકવાર મોટા પડદા પર જાેવા મળી શકે છે. જાેકે, તેના પાત્ર સાથે જાેડાયેલી વિગતો હાલમાં ગુપ્ત રાખવામાં આવી છે.
ભારતીય અને આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સમાં પોતાની ઓળખ બનાવનાર બનિતા સંધુ પોતાના અભિનયથી ફિલ્મના વિવિધ કલાકારોની ટીમમાં એક નવો રંગ ઉમેરી શકે છે. સૂત્રોનું કહેવું છે કે કહાનીમાં તેનું પાત્ર મહત્ત્વપૂર્ણ છે, પરંતુ નિર્માતાઓએ તમામ પાત્રો સાથે જાેડાયેલી વિગતો હાલમાં ગુપ્ત રાખી છે. ફિલ્મમાં કામ કરતા કલાકારોનાં નામ ધીમે-ધીમે સામે આવી રહ્યાં છે, પરંતુ દરેક કલાકાર ફિલ્મમાં કઈ ભૂમિકા ભજવી રહ્યો છે, તે અંગે રહસ્ય જળવાઈ રહ્યું છે. નિર્માતાઓ ફિલ્મની દુનિયા અને કહાની સાથે જાેડાયેલા રહસ્યને જાળવી રાખવા માગે છે. અહેવાલો અનુસાર, ફિલ્મની કલાકારોની ટીમમાં અક્ષય કુમાર, રુક્મિણી મૈત્રા, વિનીત કુમાર સિંહ, રજત કપૂર અને સ્વાનંદ કિરકિરે સહિત અનેક કલાકારો સામેલ છે.




