
સ્ટુડિયોએ ફિલ્મના સંગીતને મળેલા પ્રેમ બદલ ચાહકોનો આભાર માન્યો ‘ધુરંધર ૨’ના સંગીતની ગ્રેમી માટે ૯ કેટેગરીમાં દાવેદારી ફિલ્મને સમર્થન આપનારા પ્રોડક્શન હાઉસ સ્ટુડિયોએ સોશિયલ મીડિયા પર ગ્રેમી કેમ્પેઇનની જાહેરાત કરી
બોક્સ ઓફિસ પર સફળતા મેળવ્યા બાદ આદિત્ય ધરની ફિલ્મ ધુરંધર: ધ રિવેન્જ હવે આંતરરાષ્ટ્રીય સંગીતના મંચ પર પોતાની હાજરી નોંધાવવા તૈયાર છે. ફિલ્મનાં નિર્માતાઓએ આગામી ૨૦૨૭ના ગ્રેમી એવોર્ડ્સ માટે તેના સાઉન્ડટ્રેકને ૯ કેટેગરીમાં વિચારણા માટે રજૂ કર્યાે છે. રેપ, પૉપ અને ઇલેક્ટ્રોનિક સંગીત સહિત વિવિધ કેટેગરીમાં દાવેદારી નોંધાવવાની આ પહેલ ફિલ્મના સંગીતને વૈશ્વિક સ્તરે પહોંચાડવાના પ્રયાસરૂપે જાેવામાં આવે છે.ફિલ્મને સમર્થન આપનારા પ્રોડક્શન હાઉસ સ્ટુડિયોએ ગુરુવારે સાંજે સોશિયલ મીડિયા પર ગ્રેમી કેમ્પેઇનની જાહેરાત કરી હતી. સ્ટુડિયોએ ફિલ્મના સંગીતને મળેલા પ્રેમ બદલ ચાહકોનો આભાર માનતાં ‘ગ્રેમી કન્સિડરેશન’ માટેની રજૂઆતની વિગતો પણ શેર કરી હતી. આ કેમ્પેઇન માટે વિશેષ વેબસાઇટ પણ શરૂ કરવામાં આવી છે. ફિલ્મનું નિર્માણ જિયો સ્ટુડિયોઝ અને મ્૬૨ સ્ટુડિયોઝે કર્યું છે, જ્યારે સંગીતનું નિર્માણ ટી-સિરીઝ દ્વારા કરવામાં આવ્યું છે.ફિલ્મનાં સંગીતકાર શાશ્વત સચદેવનું નામ ‘બેસ્ટ કમ્પાઇલેશન સાઉન્ડટ્રેક ફોર વિઝ્યુઅલ મીડિયા’ કેટેગરીમાં વિચારણા માટે રજૂ કરવામાં આવ્યું છે. ફિલ્મનાં સાઉન્ડટ્રેક માટે આ મહત્ત્વની કેટેગરી ગણાય છે. આ ઉપરાંત ‘કન્હૈયા’ ગીતને ‘બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પર્ફાેર્મન્સ’ અને ‘આરી આરી’ને ‘બેસ્ટ એશિયન પૉપ મ્યુઝિક પર્ફાેર્મન્સ’ કેટેગરીમાં રજૂ કરવામાં આવ્યું છે.અન્ય કેટેગરીમાં પણ ફિલ્મના ગીતોનો સમાવેશ થાય છે. ‘ફિર સે’ને ‘બેસ્ટ સોંગ રિટન ફોર વિઝ્યુઅલ મીડિયા’, ‘જાન સે ગુઝરતે હૈ’ને ‘બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પર્ફાેર્મન્સ’, ‘જાઇયે સજના’ને ‘પૉપ ડ્યૂઓ/ગ્રુપ પર્ફાેર્મન્સ’, ‘વારી જાવાં’ને ‘બેસ્ટ ડાન્સ/ઇલેક્ટ્રોનિક રેકોર્ડિંગ’, ‘હમ પ્યાર કરને વાલે’ને ‘બેસ્ટ રિમિક્સ્ડ રેકોર્ડિંગ’ અને ‘ડૅસ્ટિની – મન અટકેયા’ને ‘બેસ્ટ રેપ પર્ફાેર્મન્સ’ કેટેગરીમાં રજૂ કરવામાં આવ્યાં છે.




