
ફિલ્મ ૧૬ ઑક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે હોલિવૂડની બરાબરી માત્ર પૈસાથી ન થઈ શકે : વિદ્યુત જામવાલ હોલિવૂડમાં આ તમામ બાબતોનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે, જે ભારતીય ફિલ્મ ઉદ્યોગની સરખામણીમાં એક મોટો તફાવત
બોલિવૂડમાં એક્શન સ્ટાર તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરનાર અભિનેતા વિદ્યુત જામવાલ હવે હોલિવૂડમાં પદાર્પણ કરવા જઈ રહ્યો છે. ૧૫ વર્ષથી હિન્દી, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યા બાદ તે લોકપ્રિય વીડિયો ગેમ શ્રેણી પર આધારિત ફિલ્મ સ્ટ્રીટ ફાઇટરમાં ધાલસિમની ભૂમિકા ભજવશે. ફિલ્મની રિલીઝ પહેલાં એક ઇન્ટરવ્યુમાં તેણે ભારતીય અને હોલિવૂડ ફિલ્મ ઉદ્યોગ વચ્ચેનાં તફાવતો અંગે પોતાનાં વિચારો વ્યક્ત કર્યા હતા.વિદ્યુતના મતે, હોલિવૂડની ફિલ્મોનું મોટું બજેટ તેમની સફળતા કે ગુણવત્તાનું એકમાત્ર કારણ નથી. તે કહે છે કે ત્યાં નાણાંનો મોટો ખર્ચ થાય છે, પરંતુ માત્ર પૈસા ખર્ચવાથી અસાધારણ ફિલ્મ બનાવી શકાતી નથી. ફિલ્મ નિર્માણમાં આયોજન, વ્યાવસાયિકતા, શિસ્ત અને કાયદાકીય પ્રક્રિયાઓનું પાલન પણ એટલું જ મહત્ત્વનું છે.હોલિવૂડમાં આ તમામ બાબતોનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે, જે ભારતીય ફિલ્મ ઉદ્યોગની સરખામણીમાં એક મોટો તફાવત છે. વધુ નાણાં મળવાથી વ્યક્તિનો અભિગમ આપમેળે બદલાઈ જતો નથી, એવું જણાવતાં વિદ્યુતે સ્પષ્ટ કર્યું હતું કે તેનું નિવેદન ભારતીય સિનેમાની ટીકા કરવા માટે નથી. તેના મતે, નાણાં જ બધું નથી; ગુણવત્તાસભર સર્જન માટે માનસિકતામાં પરિવર્તન અને કામ પ્રત્યેનો યોગ્ય અભિગમ જરૂરી છે. જાેકે, ભારતીય ફિલ્મોમાં એક્શનના સ્તર અંગે વિદ્યુત સકારાત્મક છે. તેના મતે, છેલ્લાં કેટલાંક વર્ષાેમાં ભારતીય સિનેમામાં એક્શનનું સ્તર ઘણું ઊંચું આવ્યું છે.હવે ફિલ્મોમાં અનુભવી અને પ્રતિભાશાળી એક્શન ડિરેક્ટર્સ સાથે કામ કરવાની તક મળે છે. હોલિવૂડમાં એક્શન દૃશ્યોના શૂટિંગમાં મુખ્ય તફાવત કાયદાકીય વ્યવસ્થા અને વીમા કંપનીઓના કડક નિયમોનો છે. કલાકાર કયા પ્રકારનાં આ ફિલ્મ ૧૬ ઑક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે..




