
મોંઘવારીમાં પિસાતી પ્રજા અને સરકારે બખંબખ્ખાં ટેક્સની આવક ૧૩% વધી રૂ. ૧૩.૩૮ લાખ કરોડ થઈ સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં ડાયરેક્ટ ટેક્સથી ૨૬.૯૭ લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાનું લક્ષ્ય રાખ્યું છે દેશમાં સામાન્ય જનતા મોંઘવારીના મારથી પીસાઈ રહી છે. રિટેલ ફૂગાવો અને જથ્થાબંધ ફૂગાવો અનેક મહિનાઓની ટોચે છે. આવા સમયે પણ સરકારની તીજાેરી ટેક્સની આવકોથી છલકાઈ રહી છે. એકબાજુ સરકારને જીએસટી સ્વરૂપે માસિક કરોડોની આવક થઈ રહી છે. બીજીબાજુ ચાલુ નાણાકીય વર્ષમાં સરકારને નેટ ડાયરેક્ટ કલેક્શન ૧૩.૨૧ ટકા વધીને રૂ. ૧૩.૩૮ લાખ કરોડને પાર થઈ ગયું છે. સરકારને કંપનીઓ તરફથી મળતા ટેક્સમાં ૨૦.૫૮ ટકા જેટલો વધારો થયો છે જ્યારે શેરબજારમાં થતી લેવડ-દેવડથી પણ સરકારની આવક વધી છે. એટલે અંતે તો પ્રજા ભલે મોંઘવારીમાં જીવન ટકાવી રાખવાના હવાતિયા મારતી રહે પણ સરકારને તો બખંબખ્ખા જ છે.ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં નેટ ડાયરેક્ટ કલેકશન ૧૩.૨૧ ટકા વધીને લગભગ ૧૩.૩૮ લાખ કરોડ રૂપિયા થઇ ગયું છે. જે સમગ્ર વર્ષનાં બજેટ લક્ષ્યનાં લગભગ ૫૦ ટકા છે. ચાલુ નાણાકીય વર્ષમાં ૧ એપ્રિલથી ૧૪ ઓક્ટોબરની વચ્ચે ડાયરેકટ ટેક્સ કલેક્શનમાં જાેવા મળેલો આ વધારો મુખ્યત્વે કોર્પાેરેટ ટેક્સ કલેક્શનમાં ૨૦ ટકાની મજબૂત વૃદ્ધિને કારણે જાેવા મળ્યો છે. આ વૃદ્ધિ એવા સમયે જાેવા મળી છે જ્યારે નોન કોર્પાેરેટ કરદાતાઓને આપવામાં આવતા રિફંડમાં ૬૭ ટકાની વૃદ્ધિ જાેવા મળી છે. ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી નેટ કોર્પાેરેટ ટેક્સ કલેક્શન ૨૦.૫૮ ટકા વધીને ૫.૯૯ લાખ કરોડ રૂપિયાથી વધુ થઇ ગયું છે. જ્યારે નોન કોર્પાેરેટ ટેક્સ કલેક્શન ૫.૮૩ ટકા વધીને લગભગ ૬.૯૨ લાખ કરોડ રૂપિયા થઇ ગયું છે.નાણાકીય વર્ષ ૨૦૨૭માં ૧૪ ઓક્ટોબર સુધી સિક્યોરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્સ (એસટીટી) કલેક્શન ૫૨ ટકા વધીને ૪૬,૮૪૦ કરોડ રૂપિયા થઇ ગયું છે. ચાલુ નાણાકીય વર્ષ માટે એસટીટી બજેટ લક્ષ્ય ૭૩,૭૦૦ કરોડ રૂપિયા છે.સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં ડાયરેક્ટ ટેક્સથી ૨૬.૯૭ લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાનું લક્ષ્ય રાખ્યું છે. જે નાણાકીય વર્ષ ૨૦૨૬માં એકત્ર કરવામાં આવેલા ૨૩.૪૦ લાખ કરોડ રૂપિયાથી ૧૫ ટકા વધારે છે. જેમાં ૧૪ ઓક્ટોબર સુધીમાં ૧૩.૩૮ લાખ કરોડ રૂપિયા એટલે કે બજેટ લક્ષ્યનાં લગભગ ૫૦ ટકા હિસ્સો પ્રાપ્ત કરી લેવામાં આવ્યો છે.




