
સલમાન ખાનનો શૉકિંગ ધડાકો ‘મારા ઘરમાં કોઈ અજીબ શક્તિ છે, લાગે જાણે કોઈ પાછળ ઊભું હોય’ ‘હું મારી ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ની કહાની સંભળાવવા સલમાન ખાનના ઘરે ગયો હતો : કરણ જાેહરે જૂનો કિસ્સો યાદ કર્યો સુપરસ્ટાર સલમાન ખાનની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ વિશે જાણવા માટે ફેન્સ હંમેશા ઉત્સુક રહે છે. સલમાન સાથે જાેડાયેલા ઘણા કિસ્સા પ્રખ્યાત છે, પરંતુ તાજેતરમાં તેમણે કરણ જાેહરના ચેટ શો ‘કોફી વિથ કરણ’ના સીઝન ૯માં એક એવો ચોંકાવનારો કિસ્સો સંભળાવ્યો, જેને સાંભળીને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. મુંબઈના બાંદ્રા સ્થિત ગેલેક્સી અપાર્ટમેન્ટ સાથે જાેડાયેલા આ કિસ્સામાં સલમાને પોતાના જૂના રૂમને રહસ્યમય ગણાવ્યો છે, જ્યાં તેમને કોઈ અજાણ્યા વ્યક્તિની ઉપસ્થિતિનો અહેસાસ થતો હતો.કરણ જાેહરએ જૂનો કિસ્સો યાદ કરતા જણાવ્યું કે, ‘હું મારી ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ની કહાની સંભળાવવા સલમાન ખાનના ઘરે ગયો હતો. તે સમયે આખો પરિવાર ગેલેક્સી અપાર્ટમેન્ટમાં સાથે જ રહેતો હતો. ત્યારે સલમાનનો રૂમ ખૂબ જ નાનો હતો, જેમાં માત્ર એક ક્લોઝેટ, એક કબાટ અને એક બેડ હતો. આ જાેઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો કે એક મોટા સુપરસ્ટારનો રૂમ આટલો સાદો કેવી રીતે હોઈ શકે!’સલમાન ખાને શો દરમિયાન જણાવ્યું કે, ‘તે નાના રૂમમાં મારી સાથે એવી ઘટનાઓ બનતી હતી, જેને સરળતાથી સમજી શકાતી નહોતી. મને હંમેશા એવું લાગતું હતું કે રૂમમાં મારા સિવાય પણ કોઈ હાજર છે. જાેકે મેં ક્યારેય કોઈને પોતાની આંખોથી જાેયું નહોતું, પરંતુ મને કોઈનો અવાજ જરૂર સંભળાતો હતો અને એવું અનુભવાતું હતું કે કોઈ મારી બરાબર પાછળ ઊભું છે.’પોતાની વાત આગળ વધારતા સલમાને કહ્યું, ‘જ્યારે પણ હું બહાર આવતો, ત્યારે લાઇટો જાતે જ ચાલુ-બંધ થવા લાગતી. કબાટ ખુલી જતા અને સંગીત વાગવા લાગતું. એકવાર જ્યારે હું બાથરૂમમાં હતો, ત્યારે મને લાગ્યું કે બહાર કોઈ કબાટ સાથે કંઈક કરી રહ્યું છે અને તેને ખોલી રહ્યું છે.’જ્યારે કરણ જાેહરએ સલમાનને પૂછ્યું કે, ‘શું તને લાગ્યું કે ત્યાં કોઈ ભૂત-પ્રેત છે?’ તો સલમાને સ્પષ્ટ કર્યું કે, ‘તે ભૂત-પ્રેત જેવી કોઈ ડરામણી ચીજ નથી, પરંતુ મને બસ કોઈની અદ્રશ્ય ઉપસ્થિતિનો અહેસાસ થતો હતો. મને ક્યારેય આ વાતથી ડર લાગ્યો નહીં, કારણ કે તે તેણે મને ક્યારેય નુકસાન પહોંચાડ્યું નહોતું.’




