
અનુરાગ બાસુની ફિલ્મ આગામી એપ્રિલમાં આવશે શ્રીલીલા -કાર્તિકની ફિલ્મની રીલિઝ ડેટ નક્કી પણ હજુ ટાઈટલ જાહેર નહી આશિકી થ્રી ટાઈટલ કાનૂની તકરારમાં અટવાયા બાદ તુ મેરી જિંદગી હૈ ટાઈટલની અટકળો
કાર્તિક આર્યન અને સાઉથની હિરોઇન શ્રીલીલાની ફિલ્મ આગામી તા. ૩૦મી એપ્રિલે રજૂ કરાશે તેવી જાહેરાત નિર્માતા ટી સીરિઝ કંપની દ્વારા આજે કરાઈ હતી. જાેકે, આ ફિલ્મનું ટાઈટલ હજુ જાહેર કરાયું નથી.ઉલ્લેખનીય છે કે અગાઉ કાર્તિકે આ ફિલ્મ સાઈન કરી ત્યારે પોતે ‘આશિકી થ્રી’માં કામ કરી રહ્યાનો દાવો કર્યાે હતો. જાેકે, બાદમાં ‘આશિકી ‘ ફિલ્મના મૂળ નિર્માતા મુકેશ ભટ્ટે પોતે આ ટાઈટલ કોઈને ઉપયોગ માટે નહિ આપ્યું હોવાની સ્પષ્ટતાં કરતાં ટાઈટલ મુદ્દે મડાગાંઠ સજાર્ી હતી. આ ફિલ્મ ‘આશિકી’ની ળેન્ચાઇઝ નથી તેવી ચોખવટ કરી દેવામાં આવી છે. ફિલ્મનું નામ ‘તુ મેરી જિંદગી હૈ’ રાખવામાં આવે તેવી પણ અટકળો થઇ રહી છે. આ રોમાન્ટિર મ્યુઝિકલ ફિલ્મના પ્રમોશનમાં કાર્તિકને હાથમાં ગિટાર સાથે પરફોર્મ કરતો બતાવવામાં આવ્યો છે. આ ફિલ્મનું ર્નિદેશન અનુરાગ બાસુ કરશે અને તેમાં સંગીત પ્રીતમ આપશે. તેલુગુ અને કન્નડ સિનેમાની જાણીતી હિરોઇન શ્રીલીલાની આ પહેલી હિન્દી ફિલ્મ છે. શ્રીલીલાને હિન્દી ફિલ્મના દર્શકો ‘પુષ્પા ટ’ુના ગીત કિસિકને કારણે સારી રીતે ઓળખે છે. કાર્તિક આર્યનની હિરોઇન તરીકે શ્રીલીલા આ ફિલ્મથી હિન્દી ફિલ્મ જગતમાં એન્ટ્રી મારી રહી છે.




