
માતા દુર્ગાનાં સ્વરૂપોની કથા કહેતી વખતે અનેકવાર મારી આંખો ભીની થઈ ગઈ : શ્રુતિ આનંદ સંસ્કૃતના શ્લોકોથી લઈને દેવીનાં વિવિધ સ્વરૂપો, તેમની સાથે જાેડાયેલી માન્યતાઓ અને મંદિરોના ઇતિહાસ સુધી, મારા માટે ઘણું બધું નવું હતું નવરાત્રિ દરમિયાન જ્યારે ભક્તિ, શ્રદ્ધા અને આપણી સંસ્કૃતિ સાથે જાેડાયેલી કથાઓ સામે આવે છે, ત્યારે તેમની સાથે જાેડાવાનો અનુભવ પણ ખાસ બની જાય છે. સોની પલ શો ‘મહોત્સવ આદિશક્તિ કા’માં એન્કર તરીકે જાેવા મળી રહેલી શ્રુતિ આનંદ માટે પણ આ સફર કંઈક આવી જ રહી છે. ઘણા સમય પછી સ્ક્રીન પર પાછા ફરવું મારા માટે ખૂબ જ ખાસ અને ઉત્સાહજનક છે. પરંતુ, આ વખતે અનુભવ ઘણો અલગ રહ્યો, કારણ કે દર્શકોએ મને પહેલાં ક્યારેય એન્કર તરીકે જાેઈ નથી. મેં હંમેશાં અભિનય કર્યાે છે, પરંતુ એન્કરિંગનો આ મારો પ્રથમ અનુભવ છે. ‘મહોત્સવ આદિશક્તિ કા’ મારા માટે માત્ર એક શો નથી, પરંતુ એક સુંદર સફર છે, જેમાં મેં પોતે પણ ઘણું બધું શીખ્યું છે. આ શોમાં માતા દુર્ગાનાં નવ સ્વરૂપો અને તેમની સાથે જાેડાયેલા વિવિધ મંદિરોની કથાઓ રજૂ કરવામાં આવી છે. સંસ્કૃતના શ્લોકોથી લઈને દેવીનાં વિવિધ સ્વરૂપો, તેમની સાથે જાેડાયેલી માન્યતાઓ અને મંદિરોના ઇતિહાસ સુધી, મારા માટે ઘણું બધું નવું હતું. ઘણી કથાઓ સંભળાવતી વખતે હું ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. ખાસ કરીને દશેરા, ભગવાન શ્રીરામ, રાવણવધ અને માતા સીતા સાથે જાેડાયેલી વાતો રજૂ કરતી વખતે અનેકવાર મારી આંખો ભીની થઈ ગઈ હતી, જેના કારણે ઘણી વખત શૂટિંગ રોકવું પડ્યું હતું.




