
રણબીરની રામાયણનું બીજું ટ્રેલર લોન્ચ રણબીરની જય શ્રી રામ લખેલી ૭૮ લાખની વોચ ચર્ચાનું કેન્દ્ર બની કેટલાક લોકોએ લખ્યું હતું કે હવે સામાન્ય લોકોમાં પણ જય શ્રી રામ લખેલી ઘડિયાળ પહેરવાનો ટ્રેન્ડ શરુ થાય તો નવાઈ નહીં ‘રામાયણ’ના બીજા ઇન્ટરનેશનલ ટ્રેલર લોન્ચ માટે બેન્ગાલુરૂમાં યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં ભગવાન રામની ભૂમિકા ભજવનારા રણબીર કપૂરે ૭૮ લાખ રૂપિયાની કિંમતની ખાસ રામાયણ ઘડિયાળ પહેરી હાજરી આપી હતી.રણબીરે પહેરેલી ઘડિયાળ એક કંપની દ્વારા બનાવવામાં આવેલી એપિક એક્સ રામ જન્મભૂમિ રોઝ એડિશનની છે. આ ઘડિયાળની કિંમત અદાજે ૭૮ લાખ રૂપિયા હોવાનું મનાય છે. રોઝ ગોલ્ડ રંગની આ ઘડિયાળના ડાયલ પર જય શ્રી રામ લખેલું છે. તેની આ ઘડિયાળ ચર્ચાનો વિષય બની હતી. કેટલાક લોકોએ લખ્યું હતું કે હવે સામાન્ય લોકોમાં પણ જય શ્રી રામ લખેલી ઘડિયાળ પહેરવાનો ટ્રેન્ડ શરુ થાય તો નવાઈ નહીં.રણબીર કપૂરે કાર્યક્રમમાં હાજર ચાહકોને કન્નડ ભાષામાં સંબોધી તેમના દિલ જીતી લીધાં હતા. રામાયણ ફિલ્મમાં રાવણની ભૂમિકા ભજવનારા યશનો ઉલ્લેખ કરી રણબીરે ચાહકોને જણાવ્યું હતું કે હું ફરી આવીશ ત્યારે યશ બોસ પાસેથી વધુ કન્નડ ભાષા શીખીને આવીશ.યશે પણ રણબીરના વખાણ કરતાં તેને મહેનતુ અને ઇમાનદાર એક્ટર ગણાવ્યો હતો. આ કાર્યક્રમમાં લક્ષ્મણની ભૂમિકા ભજવનારો રવિ દુબે પણ હાજર રહ્યો હતો.




