
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત.
ગુજરાતમાં આમ પણ શિક્ષણ ખાડે ગયું છે. ત્યારે રાજ્ય સરકાર તરફથી સરકારી સ્કૂલોમાં બાહ્ય વ્યક્તિ- અનધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતો પરિપત્ર જાહેર કર્યો છે. એનાથી ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે. પહેલું તો એ કે આ દેશના ઇતિહાસમાં આજ સુધી આવો કોઈ પરિપત્ર આ પહેલાની કોઈ પણ સરકારે બહાર પાડેલો ન હતો કારણ કે એનાથી સમાજ ને સરકારી સ્કૂલોમાં ચાલતી લાલિયાવાડી ના અહેવાલો મીડિયા અને સામાજિક કાર્યકરો દ્વારા મળતા હતા અને સરકારી સ્કૂલો માટે સરકાર જાગૃત થતી હતી. હવે પરિસ્થિતિ તદ્દન ઉલ્ટી થઈ ગઈ એક બાજુ સરકારી
શાળાઓની હાલત બિસ્માર છે જેમાં શિક્ષકોની ઘટ, બિલ્ડીંગ જોખમી, પીરસાતું ભોજન ગુણવત્તા યુક્ત છે કે નહિ? વગેરેનો સમાવેશ થાય એવી સરકારી શાળાઓમાં કોઈ મિડિયા કે સામાજીક સંસ્થાઓ એ પ્રવેશવું હશે તો પ્રિન્સિપાલ ની લેખીત પરમીશન લઈને પ્રવેશ મળશે.
હવે જો પ્રિન્સિપાલ પરમીશન આપે અને મિડિયા કે સામાજીક સંસ્થા ધ્વારા સરકારી સ્કૂલ ની વાસ્તવિકતા બતાવાય તો પરમિશન આપનારા પ્રિન્સિપાલ ને સરકાર ને જવાબ આપવો ભારે પડે અને પરમિશન ના આપે તો જે ગેરરીતીઓ ચાલતી હોય એને ખુલ્લી કરનાર કોઈ નહિ હોવાથી બધુ બરાબર છે નું ઢોલ પીટી ઢાંકપીછોડો કરી ગેરરીતિઓ દબાવી દેવાય.
કારણ જો પ્રિન્સિપાલ બાહ્ય વ્યક્તિ સામે શાળા પ્રવેશ બાબતે પોલીસ ફરિયાદ કરે તો આચાર્યને કોર્ટના ધરમધક્કા ખાવા પડે. અને અન્ય સાથે વિવાદ માં ઉતરવું પડે. આમ આચાર્યોની દશા મા-મને કોઠી માંથી કાઢ એવી દશા સરકારી પરિપત્ર ને કારણે થઈ છે.
આમ સરકાર જ્યાં પહેલેથી શિક્ષણનું સ્તર સુધારી શકતી નથી, પુરતા શિક્ષકો-સુવિધાઓ સરકારી સ્કૂલો માં આપી શકતી નથી ત્યારે હવે આ રીતે પ્રવેશબંધી કરાવીને ખુલતી પોલ સરકાર રોકવા માંગે છે. અને ગેરરીતિઓ બહાર આવતી રોકવાનો આ આદેશ છે એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.




