
જ્યારે હૃદયમાં પ્રેમભક્તિનો પ્રકાશ જાગૃત થાય છે ત્યારે જીવનનો પ્રત્યેક ભાવ પ્રેમ-સમર્પણ અને માનવ એકતાની દિવ્ય અનુભૂતિથી મહેકી ઊઠે છે.આવી જ આધ્યાત્મિક ચેતના અને પ્રેમપૂર્ણ સંદેશથી ઓતપ્રોત નિરંકારી સતગુરૂ માતા સુદીક્ષાજી મહારાજે હરિયાણાના સમાલખા સ્થિત નિરંકારી આધ્યાત્મિક સ્થળે આયોજિત ચાર દિવસીય ૭૯મા વાર્ષિક નિરંકારી સંત સમાગમના પ્રથમ દિવસે દેશ-વિદેશમાંથી પધારેલા લાખો શ્રદ્ધાળુઓને સંબોધિત કર્યા હતા, તેમણે પોતાના પ્રવચનો દ્વારા પ્રેમ-ભક્તિ અને માનવીય
એકતાના મહત્વને ઉજાગર કર્યું હતું.
સતગુરૂ માતાજીએ પોતાના પાવન પ્રવચનમાં જણાવ્યું કે બ્રહ્મજ્ઞાન એ જાગૃતિનો અંતિમ પડાવ નથી પરંતુ તેની શરૂઆત છે.સાચી જાગૃતિ ત્યારે કહેવાય જ્યારે મનુષ્ય જીવનની દરેક ક્ષણે નિરાકાર પરમાત્માની અનુભૂતિ સાથે પ્રેમ-વિશ્વાસ અને વિનમ્રતાપૂર્વક જીવન જીવે.સત્સંગમાં માત્ર હાજર રહેવું પૂરતું નથી પરંતુ ત્યાંથી પ્રાપ્ત થયેલી શીખને પોતાના વ્યવહારમાં ઉતારવી પણ એટલી જ આવશ્યક છે.આપણી સેવા અને સમર્પણ દેખાડા માટે નહીં પરંતુ શુદ્ધ અને નિઃસ્વાર્થ ભાવનાથી પ્રેરિત હોવાં જોઈએ.બીજાઓ પ્રત્યે પ્રેમભાવ રાખવો,નિંદા અને અહંકારથી દૂર રહેવું તથા પોતાની વાણી અને કર્મો દ્વારા સદભાવનાનું પ્રદર્શન કરવું એ જ વાસ્તવિક આધ્યાત્મિક જાગૃતિની ઓળખ છે.
સતગુરૂ માતાજીએ પ્રેરણા આપતાં જણાવ્યું કે પરમાત્માએ આપણને જે સાધનો અને સંસાધનો આપ્યાં છે તેનો ઉપયોગ માનવતાની સેવા અને પરોપકાર માટે કરવો જોઈએ.જીવનની દરેક પરિસ્થિતિમાં મનની શાંતિ-સહજતા અને વિશ્વાસ જાળવી રાખવાં જોઈએ. અંતમાં માતાજીએ આશીર્વાદ આપતાં કામના કરી કે તમામ શ્રદ્ધાળુઓના જીવનમાં સેવા-સિમરણ અને સત્સંગ પ્રત્યેનું સમર્પણ સતત જળવાઈ રહે અને બ્રહ્મજ્ઞાનથી પ્રાપ્ત થયેલો દિવ્ય પ્રકાશ તેમના જીવનને હંમેશાં પ્રેમ-શાંતિ અને ભક્તિથી પ્રકાશિત કરતો રહે.દેશ-વિદેશની વિવિધ સંસ્કૃતિઓ અને પૃષ્ઠભૂમિમાંથી આવેલા શ્રદ્ધાળુઓનું આ પ્રેમપૂર્ણ મિલન સમાગમ સ્થળને ભક્તિ-એકતા અને સદભાવનાના દિવ્ય ભાવોથી ગુંજાવી રહ્યું હતું.
સેવાદળ રેલી સમાગમના બીજા દિવસની શરૂઆત ભવ્ય સેવાદળ રેલીથી થઈ હતી, આ રેલીમાં ભારતનાં વિવિધ રાજ્યો તેમજ વિદેશોમાંથી આવેલા હજારો સેવાદળનાં ભાઈ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શારીરિક કસરતો,સ્કિટ,રમતગમત,સાંસ્કૃતિક કાર્યક્રમો અને મિશનની શિક્ષાઓ પર આધારિત લઘુનાટિકાઓ દ્વારા શિસ્ત-સહયોગ અને નિઃસ્વાર્થ સેવાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.સેવાદળ રેલીમાં ઉપસ્થિત ભાઈ-બહેનો અને શ્રદ્ધાળુઓને આશીર્વાદ આપતાં સતગુરૂ માતાજીએ સંદેશ આપ્યો કે સેવા માત્ર પોતાની ફરજ નિભાવવાની પ્રક્રિયા સુધી મર્યાદિત નથી પરંતુ તે જીવનનો અભિન્ન હિસ્સો છે. સાચો સેવાદાર એ જ છે જે નિરાકાર પરમાત્માને પોતાના હૃદયમાં વસાવીને દરેક પરિસ્થિતિમાં માનવતાના કલ્યાણ માટે તત્પર રહે છે.
સતગુરૂ માતાજીએ પ્રેરણા આપી કે નિરાકાર પરમાત્મા પર અતૂટ વિશ્વાસ રાખીને હકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ તથા તન-મન અને ધનને પરોપકારનાં કાર્યોમાં લગાવીને જીવનને સાર્થક બનાવવું જોઈએ.આ પહેલાં સતગુરૂ માતાજીના પાવન હસ્તે શાંતિ અને એકતાના પ્રતીકરૂપ મિશનના ‘શ્વેત ધ્વજ’નું ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.રેલી દરમિયાન સંત નિરંકારી સેવાદળના મુખ્ય સંચાલક શ્રી એસ. કે.જુનેજાએ વિશ્વભરમાંથી આવેલા સેવાદળના સ્વયંસેવકો વતી સતગુરૂ માતાજીનાં ચરણોમાં શ્રદ્ધા અર્પણ
કરી હતી અને સૌના જીવનમાં તેમના પાવન આશીર્વાદ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી.
રીપોર્ટઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)




