Vastu Tips: જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે દરેક વ્યક્તિ ભગવાનની પૂજા કરે છે. ભગવાનની પૂજા માટે ઘરમાં એક વિશેષ મંદિર પણ બનાવવામાં આવે છે. ઘરમાં નિયમિત પૂજા પણ કરવામાં આવે છે, પરંતુ ઘણીવાર તેમ છતાં ઘરમાં શાંતિનો અભાવ હોય છે. તેનું મુખ્ય કારણ મંદિરમાં વાસ્તુ દોષ હોઇ શકે છે. વાસ્તુ સલાહકાર દિવ્યા છાબરા પાસેથી જાણીએ મંદિરો સાથે જોડાયેલા કેટલાંક વાસ્તુ દોષો વિશે, જે ઘરમાં અશાંતિ અને ઝગડાનું કારણ બને છે.
માતા-પિતાનો ફોટો
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરના મંદિરની પાસે અથવા ઘરના મંદિરમાં પૂર્વજો અથવા પિતૃઓની તસવીરો ન રાખવી જોઇએ. જો ઘરમાં ભગવાનની સાથે પિતૃઓની તસવીરો રાખવામાં આવે તો ઘરમાં ક્લેશ રહે છે અને ભગવાન પણ નારાજ થઇ જાય છે.
ફાટેલો ફોટો
જો તમારી પાસે ભગવાનની મૂર્તિ નથી અને તમે પૂજામાં ફોટો રાખો છો તો જૂના અથવા ફાટેલો ફોટોના સ્થાન પર નવો ફોટો રાખવો જોઇએ.
ઘરમાં મંદિરમાં ભગવાનનો ફાટેલો ફોટો અથવા ફાટેલુ ધાર્મિક પુસ્તક રાખવાથી પણ નકારાત્મક ઉર્જા વધે છે. તેવામાં ઘરમાં ઉદાસી છવાઇ રહે છે. ભગવાન પર ચડાવેલા સૂકા ફૂલ પણ મંદિરમાં ન રાખો.
એક કરતાં વધુ શંખ
વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિરમાં એકથી વધુ શંખ ન રાખવો જોઈએ. ઘણા લોકો પોતાના મંદિરમાં એકથી વધારે શંખ રાખે છે પરંતુ વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ આવું કરવું ખોટું છે.
ખંડિત મૂર્તિ
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરના મંદિરમાં ભગવાન રુદ્ર સ્વરૂપની મૂર્તિને ક્યારેય સ્થાપિત ન કરો અને સાથે જ ખંડિત મૂર્તિ પણ ન રાખો. આવી મૂર્તિની પૂજા કરવાથી ઘરમાં આર્થિક મુશ્કેલીઓ વધે છે.
પૂજા સામગ્રી
વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા દરમિયાન ઉપયોગમાં લેવાતી પૂજા સામગ્રી ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ. તેમજ મંદિરની દરરોજ સફાઈ કરવી જોઈએ. જો ઘરનું મંદિર અસ્વચ્છ અથવા ગંદુ હોય તો ઘરમાં ક્યારેય સુખ-શાંતિ નથી આવતી.