ઘરેથી નીકળતા પહેલા પેટ્રોલ અને ડીઝલના રેટ ચોક્કસ તપાસો. ક્રૂડ ઓઈલ હવે પ્રતિ બેરલ 80 ડોલરની નીચે આવી ગયું છે. આ દરમિયાન ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. ઈન્ડિયન ઓઈલ અનુસાર, આજે 11 ઓક્ટોબરે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 94.72 રૂપિયા અને ડીઝલની કિંમત 87.62 રૂપિયા પ્રતિ લીટર છે. પોર્ટ બ્લેરમાં એક લિટર પેટ્રોલ 82.42 રૂપિયા અને ડીઝલ 78.01 રૂપિયામાં ઉપલબ્ધ છે. લખનૌમાં આજે પેટ્રોલની કિંમત 94.65 રૂપિયા અને ડીઝલની કિંમત 87.76 રૂપિયા પ્રતિ લીટર છે. ભારતમાં આજે શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
આ રાજ્યમાં ભારતમાં સૌથી સસ્તું પેટ્રોલ અને ડીઝલ
ભારતમાં સૌથી સસ્તું ઇંધણ વેચાતું કેન્દ્રશાસિત પ્રદેશ આંદામાન અને નિકોબાર છે. આંદામાન નિકોબારના પોર્ટ બ્લેરમાં 1 લીટર પેટ્રોલની કિંમત માત્ર 82.42 રૂપિયા છે. જ્યારે ડીઝલ 78.01 રૂપિયા પ્રતિ લીટર છે.
1 ઓક્ટોબરે ક્રૂડ ઓઈલની કિંમત બેરલ દીઠ $70 આસપાસ હતી. વચ્ચે તે 80 ડોલર સુધી પહોંચી ગયો હતો. બ્લૂમબર્ગ એનર્જી પર આપવામાં આવેલા આજના લેટેસ્ટ રેટ પ્રમાણે બ્રેન્ટ ક્રૂડ 0.60 ટકા ઘટીને 78.92 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે. તે જ સમયે, WTI પ્રતિ બેરલ $ 75.45 પર ટ્રેડ કરી રહ્યો હતો.
રાજ્ય પેટ્રોલ ડીઝલ (₹/લિટર)
આંદામાન અને નિકોબાર 82.42 78.01
આંધ્ર પ્રદેશ 108.29 96.17
અરુણાચલ પ્રદેશ 90.92 80.44
દાદરા અને નગર હવેલી 92.51 88.00
હિમાચલ પ્રદેશ 95.89 87.93
જમ્મુ અને કાશ્મીર 99.28 84.61
પશ્ચિમ બંગાળ 104.95 91.76
આ પણ વાંચો – PwC India અને Meta એ કરી મોટી ડીલ,આ સેક્ટરમાં ક્રાંતિકારી ફેરફારો લાવવાની યોજના બનાવી