UPI in Peru: NPCI ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ (NIPL) અને રિઝર્વ બેંક ઓફ પેરુએ UPI જેવી ટ્રાન્ઝેક્શન સિસ્ટમ લાગુ કરવા માટે ભાગીદારી કરી છે. તમને જણાવી દઈએ કે NIPL એ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે.
UPI અપનાવનાર પ્રથમ દક્ષિણ અમેરિકન દેશ
NIPL એ નિવેદનમાં જણાવ્યું હતું કે આ સહયોગ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે પેરુને યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) સિસ્ટમ અપનાવનાર દક્ષિણ અમેરિકાનો પ્રથમ દેશ બનાવે છે.
“NIPL અને સેન્ટ્રલ રિઝર્વ બેંક ઓફ પેરુ (BCRP) એ પેરુમાં UPI જેવી રીઅલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમને સક્ષમ કરવા માટે ભાગીદારીની જાહેરાત કરી છે,” એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે.
આ વ્યૂહાત્મક ભાગીદારી BCRPને દેશની અંદર એક કાર્યક્ષમ પેમેન્ટ પ્લેટફોર્મ સ્થાપિત કરવા અને વ્યક્તિઓ અને વ્યાપારી ક્ષેત્રો વચ્ચે ત્વરિત ચૂકવણીની સુવિધા આપવા સક્ષમ બનાવશે.
NPCI ઇન્ટરનેશનલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) રિતેશ શુક્લાએ જણાવ્યું હતું કે આ ભાગીદારીનો હેતુ પેરુના નાણાકીય માળખાને મજબૂત કરવાનો અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો છે.