
કારથી લઈને AC ફ્રિજ બધામાં ધૂમ વેચાણ.જીએસટી રિફોર્મથી બજારમાં નવરાત્રીએ જ દિવાળી આવી ગઈ.ભારતની કન્ઝ્યુમર ઇકોનોમીએ આ વર્ષે નવરાત્રી દરમિયાન ૧૦ વર્ષમાં સૌથી વધુ વેચાણ નોંધાવ્યું હત.જીએસટી રિફોર્મની અસરો તહેવારની ખરીદીમાં પણ સ્પષ્ટ જાેવા મળી રહી છે. ગ્રાહકો વિવિધ વસ્તુઓની કિંમતોમાં થયેલા ઘટાડાનો સંપૂર્ણ લાભ લેતા હોય તેવું લાગી રહ્યું છે. ભારતના કન્ઝ્યુમર ઇકોનોમીમાં આ વર્ષે નવરાત્રી દરમિયાન છેલ્લા ૧૦ વર્ષમાં સૌથી વધુ વેચાણ નોંધાયું છે. મનીકંટ્રોલના જણાવ્યા અનુસાર, સરકારી સૂત્રોએ મોદી સરકારના નેક્સ્ટજેન જીએસટી રિફોર્મે ટેક્સ દર ઘટાડવા અને માલસામાનને વધુ સુલભ બનાવ્યા હતા, જેના કારણે માંગ અને ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો હતો. GST સ્લેબમાં ફેરફારથી આવશ્યક અને લક્ઝરી પ્રોડક્ટ્સ બંને પર ટેક્સનો બોજ ઓછો થયો, જેના કારણે કાર, હોમ એપ્લાયન્સિસ અને લાઇફસ્ટાઇલ ગુડ્સમાં વ્યાપક અપગ્રેડ થયા.
આ નવરાત્રીમાં ઓટોમોબાઈલ સેક્ટર સૌથી મોટું વિનર રહ્યું છે. મારુતિ સુઝુકીએ છેલ્લા ૧૦ વર્ષમાં તેનું બેસ્ટ પર્ફોમન્સ આપ્યું. કંપનીનું બુકિંગ બમણું થયું અને તેણે આ નવરાત્રીમાં ૧.૬૫ લાખ વાહનો ડિલીવર કર્યા. પહેલા દિવસે ૩૦,૦૦૦ વાહનોની ડિલીવરી સાથે તે ૩૫ વર્ષનો રેકોર્ડ રહ્યો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ૬૦ ટકાનો શાનદાર ગ્રોથ નોંધાવ્યો. હ્યુન્ડાઈના જીેંફ મોડેલ જેમ કે ક્રેટા અને વેન્યુની મજબૂત માંગ જાેવા મળી, જે કુલ વેચાણના ૭૨ ટકા હિસ્સો ધરાવે છે. હીરો મોટોકોર્પના શોરૂમ્સમાં ફૂટફોલ્સ ડબલ થયું. તો ટાટા મોટર્સે Altroz, Punch, Tiago, Nexon ની મજબૂત ડિમાન્ડના કારણે ૫૦૦૦૦થી વધુ ગાડીઓ વેચી. બજાજ ઓટોએ પણ મજબૂત ફેસ્ટિવ સેલ્સનો રિપોર્ટ આપ્યો. કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ સેગ્મેન્ટમાં પણ વેચાણમાં બંપર ઉછાળો જાેવા મળ્યો.
હાયરના વેચાણમાં ૮૫ ટકાનો વધારો થયો અને કંપનીએ તેના હાઇ-એન્ડ ૮૫-ઇંચ અને ૧૦૦-ઇંચ ટીવીનો સ્ટોક લગભગ ખતમ કરી દીધો છે. એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાએ તેની બધી પ્રોડક્ટ કેટેગરીમાં મજબૂત ગ્રોથ નોંધાવ્યો. રિલાયન્સ રિટેલે ૨૦-૨૫ ટકા ગ્રોથ નોંધાવ્યો, જેમાં મોટા ટીવી, સ્માર્ટફોન અને ફેશન સેગમેન્ટ્સ મુખ્ય રહ્યા. વિજય સેલ્સ અને ગોદરેજ એપ્લાયન્સિસે પણ ડબલ-ડિજિટ ગ્રોથ નોંધાવ્યો છે.
આ નવરાત્રિમાં બ્રાન્ડ્સ અને રિટેલર્સે ૨૫% થી ૧૦૦% સુધી સેલ્સ ગ્રોથ નોંધાવ્યો છે. સરકારના મતે આ વર્ષના ફેસ્ટિવ સિઝનના પહેલા ભાગમાં (ઓણમ, દુર્ગા પૂજા અને દશેરા સહિત) વર્ષના કુલ વપરાશમાં ૪૦-૪૫% ફાળો આપશે. રેકોર્ડબ્રેક નવરાત્રિ ડિમાન્ડ સ્પષ્ટપણે દર્શાવે છે કે ય્જી્ ઘટાડાથી માત્ર પ્રોડક્ટ્સ સસ્તી જ થઈ નથી, પરંતુ કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ પણ વધ્યું છે અને ભારતના વપરાશ-સંચાલિત અર્થતંત્રને શાનદાર ફેસ્ટિવ બૂસ્ટ આપ્યો છે.
