
મુખ્ય આરોપીને બે લાખનો દંડ પણ ફટકાર્યો છે.ડ્રગ્સના નેટવર્કના આરોપીને ૧૦ વર્ષની સજા ફટકારાઈ.ફતેવાડી કેનાલ પાસે ઝડપેલા એમ.ડી. ડ્રગ્સ કેસના આરોપીને ૧૦ વર્ષ અને બે આરોપીઓને પાંચ-પાંચ વર્ષ કેદની સજા.અમદાવાદ ર્જીંય્ ક્રાઇમની ટીમને ૨૩ જુલાઇ ૨૦૨૩ના રોજ બાતમી મળી હતી કે અગાઉ એન.ડી.પી.એસ.ના ગુનામાં પકડાયેલ આરોપી જાવેદખાન ઉર્ફે બાબા બલોચ અને તેની મહિલા સાથીદાર સબાનાબાનુ મીરઝા તથા વસીમએહમદ શેખ સાથે મળીને ડ્રગ્સનું નેટવર્ક ચલાવી રહ્યા છે. જે આરોપીઓ ફરીથી સરખેજ ફતેવાડી કેનાલ પાસે આવેલી નુફ રેસીડેન્સીના જાહેર રસ્તા પર ગેરકાયદેસર રીતે એમ.ડી. ડ્રગ્સનો મોટો જથ્થો રાખી છૂટકમાં વેચાણ કરી રહ્યા હતા. બાતમીના આધારે વોચ ગોઠવી પોલીસે ૭ લાખના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે જાવેદખાન ઉર્ફ બાબા જીલ્લતી અકબરખાન બલોચ, વસીમએહમદ શબ્બીરઅહેમદ શેખ અને શબાનાબાનુ અનવરબેગ મીરઝાને ઝડપી લીધા હતા. ત્યારબાદ પોલીસે આરોપીઓ વિરુદ્ધના તમામ પુરાવાઓ એકત્ર કરી કોર્ટમાં ચાર્જશીટ કરતા કેસ ચાલવા પર આવ્યો હતો.આ કેસમાં સરકારી વકીલ દિલીપસિંહ એમ. ઠાકોરે પુરતા ૨૪ થી વધુ સાક્ષીઓ અને દસ્તાવેજી પુરાવાઓ તપાસી કોર્ટ સમક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે, આરોપીઓ પૈકી જાવેદખાનનો ગુનાઇત ઇતિહાસ છે, તે આવા ગુના કરવા ટેવાયેલો છે, ત્રણે આરોપીઓને ફરિયાદી સહિતના સાક્ષીઓએ ઓળખી બતાવ્યા છે, હાલ ડ્રગ્સની બદી રાજ્યમાં વધી છે અને આ બદીને કારણે યુવાધન બરબાદ થઇ રહ્યું છે, ત્યારે સમાજમાં દાખલો બેસે અને આવા આરોપીઓમાં કાયદાનો ભય રહે તે હેતુને ધ્યાને રાખી આરોપીઓને સખતમાં સખત સજા કરવી જાેઇએ.
આ સાથે જ એડિશનલ સેશન્સ જજ વી.બી. રાજપૂતે મહિલા સહિત ત્રણેય આરોપીઓને શનિવારે સખત કેદની સજા સંભળાવતા નોંધ્યું હતું કે, ગંભીર પ્રકારનો કેસ છે, યુવા ધન ડ્રગ્સની લતને કારણે બરબાદ થઇ રહ્યું છે, આરોપીઓ સામે આખોય કેસ નિ:શંક પણે પુરવાર થાય છે ત્યારે આવા આરોપીઓ સામે દયા ન દાખવી શકાય. સ્પેશિયલ દ્ગડ્ઢઁજી કોર્ટે દ્વારા ત્રણ આરોપીઓ પૈકી જાવેદખાન ઉર્ફે બાબા બલોચને ૧૦ વર્ષ કેદ અને બે લાખ દંડની સજા જ્યારે અન્ય બે આરોપીઓને પાંચ-પાંચ વર્ષની સખત કેદ અને એક-એક લાખ રૂપિયા દંડ ફટકારી જેલના હવાલે મોકલવા આદેશ કર્યો હતો.




