
અમદાવાદમાં પ્રેમ પ્રકરણમાં હત્યા આરોપીએ પ્રેમિકાના ભાઇને છરીના ઘા મારીને ઉતાર્યો મોતને ઘાટ અમદાવાદના વટવા GIDC વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં મનિષ સુથારની હત્યા કરાઇ હોવાની વાત સામે આવી છે
અમદાવાદમાં હત્યાની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. શહેરના વટવા વિસ્તારમાં આવેલી GIDCમાં આ હત્યાનો બનાવ બન્યો છે. આ હત્યાનો આરોપ અશ્વિન ઝાલા પર લાગ્યો છે. મનિષ સુથાર નામના વ્યક્તિના મોઢા પર, ગળાના ભાગમાં અને છાતીમાં છરીના ઘા માર્યા અને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. પ્રેમ પ્રકરણમાં આ હત્યા થઇ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. હાલમાં આરોપી અશ્વિન ઝાલા ફરાર છે, પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
અમદાવાદમાં પ્રેમ પ્રકરણમાં હત્યાની ઘટનાથી ચકચાર મચી છે. અમદાવાદના વટવા GIDC વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં મનિષ સુથારની હત્યા કરાઇ હોવાની વાત સામે આવી છે. અશ્વિન ઝાલા નામના શખ્સે આ હત્યા કરી હોવાની વાત પણ ખુલી છે. ખરેખરમાં, ગતરાત્રીના ૧૧ વાગ્યાની આસપાસ ત્રિકમપુરા કેનાલ પાસે આરોપી અશ્વિન ઝાલાએ મનીષ સુથારના મોઢા, ગળા અને છાતીના ભાગે છરીના ઘા માર્યા અને હત્યા કરી દીધી હતી. મૃતકની બહેનને આરોપી સાથે પ્રેમસંબંધ હતો અને આરોપી યુવતીને પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો તેને લઈ અવાર-નવાર ઝઘડો થતો હતો અને તેમાં હત્યાની ઘટનાને અંજામ અપાયો છે, મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, હાલમાં આરોપી ફરાર છે. વટવા GIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રંગીલા રાજકોટમાં બે અલગ અલગ હત્યાની ઘટના સામે આવી છે. હત્યાની ઘટનાને લઈને અરેરાટી મચી જવા પામી છે. એકમાં ઘર કંકાસમાં પુત્રએ જ પિતાની હત્યા કરી તો બીજી ઘટનામાં એક યુવતીની તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી છે. જાે કે, યુવતીની હત્યા કેમ કરવામાં આવી તે અંગે કોઈ નક્કર માહિતી સામે આવી નથી. રાજકોટમાં હત્યાની પહેલી ઘટનામાં બેડી ચોકડી નજીક ભગવતીપરા વિસ્તારમાં સ્નેહાબેન હિતેશભાઈ આસોડિયા (ઉંમર ૩૩) નામની એક મહિલાનો મૃતદેહ માથું છૂંદેલી અને હત્યા કરાયેલી હાલતમાં મળી આવ્યો છે. આ અંગે વિગતે વાત કરીએ તો મૃતક મહિલા ભગવતીપરાની કોપરગ્રીન સોસાયટીમાં રહેતી હતી. મૃત્યુ પહેલાં તેમણે પોતાના પતિને પોતે પાણીપુરી ખાવા જઈ રહી હોવાનું જણાવ્યું હતું અને ફેક્ટરીમાંથી પાછા આવતી વખતે તેમને સાથે લેતા જજાે તેમ કહ્યું હતું.




