
એક કરોડનો મુદ્દામાલ ઝડપાયો.રાણપુર પંથકમાં કપાસની આડમાં ગાંજાનું વાવેતર.SMC એ સ્થળ પરથી આશરે ૯૩ જેટલા લીલા ગાંજાના છોડ કબજે કર્યા છે, જેની અંદાજિત બજાર કિંમત લગભગ ૧ કરોડ જેટલી આંકવામાં આવી રહી છ.બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાની વાવડી ગામેથી ગેરકાયદેસર રીતે કરવામાં આવેલું ગાંજાનું મોટું વાવેતર ઝડપી પાડવામાં આવ્યું છે.
રાજ્ય મોનિટરિંગ સેલ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, જીસ્ઝ્રની ટીમે વાવડી ગામની એક વાડીમાં તપાસ હાથ ધરતાં કપાસના પાકની આડમાં છુપાવેલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. જીસ્ઝ્ર એ સ્થળ પરથી આશરે ૯૩ જેટલા લીલા ગાંજાના છોડ કબજે કર્યા છે, જેની અંદાજિત બજાર કિંમત લગભગ ૧ કરોડ જેટલી આંકવામાં આવી રહી છે.આ ગેરકાયદેસર વાવેતર કરવાના આરોપસર પોલીસે અજીતસિંહ બારડ નામના શખ્સની ધરપકડ કરી છે. જીસ્ઝ્ર દ્વારા આરોપી અજીતસિંહ બારડ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ગાંજાના વાવેતર પાછળ અન્ય કોઈ વ્યક્તિ કે નેટવર્ક સંડોવાયેલું છે કે કેમ, તે દિશામાં ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે. રાણપુર પંથકમાંથી આટલી મોટી માત્રામાં ગાંજાનું વાવેતર ઝડપાતા સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.




