
CBSE નો મોટો ર્નિણય.શિક્ષકો પેનથી નહીં પણ કોમ્પ્યુટર પર પેપર ચેક કરશે.ફઝિકલ ચેકિંગ દરમિયાન ક્યારેક કોઈ પાના અજાણતામાં ચેક કર્યા વિના છૂટી જતા હતા અથવા માર્કસની ગણતરીમાં ગરબડ થઈ જતી હતી.સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ આગામી બોર્ડ પરીક્ષાઓ માટે મૂલ્યાંકન પ્રક્રિયાને વધુ પારદર્શક, સચોટ અને આધુનિક બનાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. ૨૦૨૬ની ધોરણ ૧૨ ની બોર્ડ પરીક્ષાઓના પેપર હવે પેન અને કાગળનો ઉપયોગ કરવાને બદલે ડિજિટલ સ્ક્રીન પર ચેક કરવામાં આવશે. CBSE એ આ ર્નિણય મુખ્યત્વે પરિણામોમાં માનવીય ભૂલો ઘટાડવા અને મૂલ્યાંકન પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે લીધો છે.
આ CBSEની નવી ડિજિટલ અસેસમેન્ટ પ્રક્રિયા છે, જે હાલમાં ૧૨માની બોર્ડ પરીક્ષાના પેપર ચેક કરવા માટે લાગુ અપનાવવામાં આવશે. તેનાથી ઉત્તરવહીઓને જૂના ફિઝિકલ મોડને બદલે કમ્પ્યુટર સ્ક્રીન પર ચેક કરવામાં આવશે. પરીક્ષા બાદ વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ સ્કેન કરવામાં આવશે અને ડિજિટલ ફાઈલોમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ ડિજિટલ ફાઈલને પરીક્ષકો અથવા શિક્ષકો પોતાના કમ્પ્યુટર સ્ક્રીન પર ઓપન કરીને ચેક કરી શકશે. આ પ્રક્રિયામાં સ્ક્રીન પર જ માર્કિંગ થશે, દરેક સવાલ માટે માર્ક્સ ઉમેરવામાં આવશે અને સિસ્ટમ ઓટોમેટિક ઓવર માર્ક ઉમેરી લેશે.દેશભરના લાખો વિદ્યાર્થીઓ માટે આ રાહતના સમાચાર છે. ઘણીવાર એવું જાેવા મળ્યું હતું કે ફિઝિકલ ચેકિંગ દરમિયાન ક્યારેક કોઈ પાના અજાણતામાં ચેક કર્યા વિના છૂટી જતા હતા અથવા માર્કસની ગણતરીમાં ગરબડ થઈ જતી હતી.
સટીક પરિણામ ડિજિટલ સિસ્ટમ એ સુનિશ્ચિત કરશે કે, દરેક સવાલના માર્ક નોંધઈ. કોઈ પણ સવાલ ચેક કર્યા વિના છૂટી ન જાય.
ઝડપી પરિણામ મેન્યુઅલ ડેટા એન્ટ્રીની જરૂર ન હોવાના કારણે બોર્ડ ઝડપથી પરિણામો જાહેર કરી શકશે.પારદર્શિતા
પુન:મૂલ્યાંકનની સ્થિતિમાં ડિજિટલ રેકોર્ડ હોવાથી પ્રક્રિયા વધુ પારદર્શક અને સરળ બનશે.
શિક્ષકો માટે સ્પેશિયલ ટ્રેનિંગઆ નવી સિસ્ટમ લાગુ કરવા માટે ઝ્રમ્જીઈએ શિક્ષકો ટ્રોનિંગ માટેની યોજના પણ તૈયાર કરી છે. મૂલ્યાંકન કેન્દ્રો પર ઉચ્ચ-ક્ષમતાવાળા કમ્પ્યુટર્સ અને ઈન્ટરનેટની વ્યવસ્થા કરવામાં આવશે. શિક્ષકોને સોફ્ટવેરનો ઉપયોગ કેવી રીતે કરવો તે જણાવવામાં આવશે અને ડિજિટલ માર્કિંગ દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું તે પણ જણાવવામાં આવશે. બોર્ડનું માનવું છે કે, આ ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી સમયની બચત તો થશે જ પરંતુ મૂલ્યાંકનની ગુણવત્તામાં પણ સુધારો થશે. આ ફેરફાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) હેઠળ શિક્ષણ પ્રણાલીને ડિજિટાઈઝ કરવાની દિશામાં એક મોટું પગલું છે.




