
બર્લિનની બીજી સીઝન પહેલાં મળી ઝલક ‘મની હાઇસ્ટ’ની સીઝન ૬ જાેવા મળી શકે છે બર્લિનની આગામી સિઝનમાં પેડ્રો અલૉન્સો ફરી એકવાર આન્દ્રેસ દ ફોનોલ્યોસા ઉર્ફે બર્લિનના લોકપ્રિય પાત્રમાં જાેવા મળશે
‘મની હાઇસ્ટ’નું યુનિવર્સ કદાચ હજી પૂરું થયું નથી. હવે એવું લાગી રહ્યું છે કે આ લોકપ્રિય ફ્રેન્ચાઇઝી એક નવા અને અણધાર્યા અંદાજમાં ફરી પરત ફરવા જઈ રહી છે.‘મની હાઇસ્ટ’ના સ્પિન-ઓફ ‘બર્લિન એન્ડ ધ જ્વેલ્સ ઑફ પેરિસ’ પછી હવે તેની બીજી સીઝન ‘બર્લિન ય લા દામા ડેલ આર્મિનો’ આવી રહી છે, જે પહેલી સિઝનનું ફોલો-અપ છે. ૧૫ મે, ૨૦૨૬ના રોજ આ આ સીઝન નેટફ્લિક્સ પર આવી રહી છે, ત્યારે રિલીઝ પહેલાં નેટફ્લિક્સે સંકેત આપ્યો છે કે ‘લા કાસા દે પાપેલ’ એટલે કે મની હાઇસ્ટનું વિશ્વ હવે વધુ વિસ્તરવાનું છે.જાેકે ‘મની હાઇસ્ટ’ (લા કાસા દે પાપેલ)ની મુખ્ય સિરીઝની છેલ્લી સીઝન ડિસેમ્બર ૨૦૨૧માં સીઝન ૫ સાથે સત્તાવાર રીતે પૂર્ણ થઈ ગઈ હતી, હવે ફરીથી આ કહાની કોઈ નવા સ્વરૂપમાં આગળ વધશે તેવા મજબૂત સંકેતો મળી રહ્યા છે.નેટફ્લિક્સે સ્પેનની ગ્વાડાલક્વિવિર નદી પર લાલ જમ્પસૂટ અને સલ્વાડોર ડલી માસ્ક સાથે એક વિશાળ વિઝ્યુઅલ સ્પેક્ટેકલ રજૂ કર્યું, જેણે ચાહકોમાં ભારે ઉત્સુકતા જગાવી. ભલે પ્લેટફોર્મે હજી સત્તાવાર રીતે સીઝન ૬ની જાહેરાત ન કરી હોય, પરંતુ સમગ્ર અભિયાન સ્પષ્ટ રીતે ‘મની હાઇસ્ટ’ યુનિવર્સના વિસ્તરણ તરફ ઈશારો કરે છે. ૧૦ મેના રોજ શેર કરાયેલી એક ટીઝર ક્લિપ સાથે નેટફ્લિક્સે પોતાનાં સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર લખ્યું: “ક્રાંતિ હજુ પૂર્ણ થઈ નથી. ‘લા કાસા દે પાપેલ’ની દુનિયા આગળ વધી રહી છે.” તેમણે આગળ ઉમેર્યું, “કેટલીક કહાનીઓ એક પરફેક્ટ હાઇસ્ટથી શરૂ થાય છે. અને આ કહાનીએ બધું બદલી નાંખ્યું. પહેલી લૂંટથી લઈને સદીની સૌથી આર્ટિસ્ટિક હાઇસ્ટ સુધી, જેમાં બેંક ઑફ સ્પેનમાં ઘણા ટનો સોનું જાેખમમાં મૂકાયું હતું — ‘મની હાઇસ્ટ’નું વિશ્વ સતત વધતું, બદલાતું અને આશ્ચર્યચકિત કરતું રહ્યું છે. પરંતુ એક વાત સ્પષ્ટ છેપ ક્રાંતિ ક્યારેય સમાપ્ત થતી નથી.”નેટફ્લિક્સે વધુમાં જણાવ્યું કે હવે આ પ્લેટફોર્મ ‘મની હાઇસ્ટ’ યુનિવર્સ સાથે જાેડાયેલી દરેક અપડેટ માટેનું સેન્ટ્રલ હબ બનશે. એટલે કે ભવિષ્યમાં વધુ સ્પિન-ઓફ, નવા પાત્રો અથવા શક્ય સીઝન ૬ જેવી મોટી જાહેરાતો જાેવા મળી શકે છે.બર્લિનની આગામી સિઝનમાં પેડ્રો અલૉન્સો ફરી એકવાર આન્દ્રેસ દ ફોનોલ્યોસા ઉર્ફે બર્લિનના લોકપ્રિય પાત્રમાં જાેવા મળશે. ‘બર્લિન’ સ્પિન-ઓફની બીજી સિઝન ૧૫ મે, ૨૦૨૬થી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. હાલ માટે ‘મની હાઇસ્ટ’ સીઝન ૬ અંગે સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ નેટફ્લિક્સના સંકેતોને જાેતા ચાહકો માટે એટલું ચોક્કસ છે — પ્રોફેસરની દુનિયા હજુ પૂરી થઈ નથી.



