
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં ભીષણ આગ લાગી અનંતનાગના કોર્ટ રોડ પર આવેલા ફૈઝાન બાબા હૈદર ઋષિ દારૂલ ઉલૂમમાં આગ લાગી હતી, જેમાં ૩ છોકરાઓ દાઝી ગયા હતા
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં ભીષણ આગ લાગી ઘટના સામે આવી છે.ફાયરના અધિકારીએ જણાવ્યું હતું કે, અનંતનાગના કોર્ટ રોડ પર આવેલા ફૈઝાન બાબા હૈદર ઋષિ દારૂલ ઉલૂમમાં આગ લાગી હતી, જેમાં ૩ છોકરાઓ દાઝી ગયા હતા. તેમણે કહ્યું હતું કે, ઈજાગ્રસ્તોમાંથી એક બિલાલ અહેમદનું હોસ્પિટલમાં મૃત્યુ થયું છે.ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે અને કારણની તપાસ કરવામાં આવી રહી છે. અહેવાલ અનુસાર, કોર્ટ રોડ પર આવેલી મદરેસામાં આ આગ લાગી હતી. આગ લાગી ત્યારે વિદ્યાર્થીઓ ગાઢ નિંદ્રામાં હતા. આગ ઝડપથી મદરેસમાં ફેલાઈ ગઈ હતી.



