
યુટ્યુબ પર સિતારે ઝમીન પરના કલાકારોના પરિવારની વાત કરવામાં આવશે.આમિર ખાને ‘સિતારોં કે સિતારે’ ડોક્યુમેન્ટરી યુ-ટ્યુબ રીલીઝ કરી.આ ડોક્યુમેન્ટ્રી પણ યુટ્યુબ પર ફ્રીમાં જાેઈ શકાશે, જેથી ઓડિયન્સ તેના વિશે વધુ માહિતી મેળવી શકે અને તેમની પ્રેરણાત્મક વાતો સમજી શકે.આમિર ખાનની ૨૦૦૭માં આવેલી ફિલ્મ ‘તારેં ઝમીન પર’ પછી તાજેતરમાં આવેલી ફિલ્મ સિતારેં ઝમીન પર બોક્સ ઓફિસ પર ઘણી સફળ રહી હતી. ત્યાર પછી આ ફિલ્મને યુટ્યુબ પર પણ સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે આ ફિલ્મ પાછળની એક ડોક્યુમેન્ટ્રી ‘સિતારોં કે સિતારે’ બનાવવામાં આવી છે, જે શાનિબ બક્ષી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે.
આ ડોક્યુમેન્ટ્રીમાં સિતારેં ઝમીન પર ફિલ્મનાં કલાકારોની વાસ્તવિક કહાણી કહેવાશે. ખાસ તો આ ડોક્યુમેન્ટ્રીમાં આ કલાકારોના માતાપિતાની વાત કરવામાં આવશે, જેમાં તેમના બાળકોને ડાઉન સિન્ડ્રોમનું નિદાન થયાં પછી તેમનો શું પ્રતિસાદ હતો, તેમની સફર કેવી રહી, તેમના માટે જીવન સામાન્ય કઈ રીતે થયું અને કઈ રીતે તેમણે પોતાના સંતાનોનું જીવન આનંદી અને આશાવાદી બનાવ્યું તેની વાત કરવામાં આવી છે. આ ડોક્યુમેન્ટ્રી પણ યુટ્યુબ પર ફ્રીમાં જાેઈ શકાશે, જેથી ઓડિયન્સ તેના વિશે વધુ માહિતી મેળવી શકે અને તેમની પ્રેરણાત્મક વાતો સમજી શકે. આ ફિલ્મની જાહેરાત કરતા આમિર ખાન પ્રોડક્શન્સે લખ્યું,“દરેક સિતારાની પાછળ તેમના માતાપિતા છે, જેમણે પોતાના સંતાનોમાં વિશ્વાસ મુક્યો અને તેમને સહકાર આપ્યો. હવે સિતારોં કે સિતારેં યુટ્યુબ પર ળીમાં જાેઈ શકો છો.”આ પહેલાં આમિરે એક સ્પોર્ટ્સ કોમેડી ડ્રામા જનતા કા થિએટર યુટ્યુબ પર લોંચ કર્યું હતું. જેને પે પર વ્યુ ફોરમેટમાં ૧૦૦ રૂપિયા ભરીને જાેઈ શકાતું હતું. હવે તેની યુટ્યુબ ચેનલ પર આ ડોક્યુમેન્ટ્રી પણ રિલીઝ કરવામાં આવી છે. આમિરની સિતારેં ઝમીન પરમાં ૧૦ કલાકારો લેવાયા હતા, આરુષ દત્તા, ગોપી ક્રિશ્ના વર્મા, સમવિત દેસાઈ, વેદાંત શર્મા, આયુષ ભનસાલી, આશિષ પેંડસે, રિશિ શહાની, રિષભ જૈન, નમન મિશ્રા અને સિમરન મંગેશકર હતા. હવે આ ડોક્યુમેન્ટ્રીમાં તેમના માતાપિતા સાથે તેમની વાસ્તવિક સફરની વાત કરવામાં આવશે.




