
પિતા ધર્મેન્દ્રની યાદમાં.સની અને બોબી દેઓલ ફિલ્મ ‘ઇક્કિસ’નું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખશે.ધર્મેન્દ્રનું ૨૪ નવેમ્બરે ૮૯ વર્ષની ઉઁમરે અવસાન થયું હતું, અવસાન પહેલાં જ તેમણે આ ફિલ્મનું શૂટિંગ અને ડબિંગ કરી લીધા હતા.ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ ‘ઇક્કિસ’ નવા વર્ષે રિલીઝ થઈ રહી છે, ત્યારે સની દેઓલ અને બોબી દેઓલ માટે આ ફિલ્મ ઘણી ભાવુક બાબત છે. ત્યારે આ બંને ભાઈઓ પિતાની યાદમાં ૨૯ ડિસેમ્બર, સોમવારે એક સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરી રહ્યા છે. ધર્મેન્દ્રનું ૨૪ નવેમ્બરે ૮૯ વર્ષની ઉઁમરે અવસાન થયું હતું. અવસાન પહેલાં જ તેમણે આ ફિલ્મનું શૂટિંગ અને ડબિંગ કરી લીધા હતા. મુંબઇના એક મલ્ટિપ્લેક્સમાં આ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું છે અને તેમાં તેમના પરિવાર અને નજીકના મિત્રો હાજર રહેશે એવી અપેક્ષા છે. આ સાથે ઇન્ડસ્ટ્રીના મીડિયાના ખાસ મિત્રોને આ સ્ક્રીનિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ માત્ર એક પ્રીમિયર નથી પણ બે પુત્રો તરફથી તેમના પિતાને એક શ્રદ્ધાંજલિ છે અને તેમણે પોતાનું જીવન જે કલાને સમર્પિત કર્યું તેનું આ સન્માન છે. આ સાથે તેઓ ઇન્ડસ્ટ્રીને એ પણ યાદ અપાવવા માગે છે કે એક કલાકાર ક્યારેય મરતો નથી. આ ફિલ્મ વિશે ધર્મેન્દ્રએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, “મારા માટે આ એક ભાવુક અનુભવ હતો. ઇક્કિકસમાં કામ કરવું એ મારી ભારતીય સેનાને શ્રધ્ધાંજલિ આપવાની એક રીત છે. મેં વર્ષાે પહેલાં રામાનંદ સાગરની લલકારમાં કામ કર્યું હતું. ત્યારે જવાનની વર્દી પહેરીને મને ઘણું ગૌરવ થયું હતું.” તેમણે અગત્સ્ય નંદાના પણ વખાણ કર્યા હતા. સાથે તેમણે બચ્ચન પરિવારના દરેક સભ્યના પણ વખાણ કર્યા હતા. સૌથી યુવા વયે પરમ વીર ચક્રનું સન્માન પ્રાપ્ત કરનારા અરુણ ખેતરપાલના જીવન પર આ ફિલ્મ છે.




