
અમિતાભ છેલ્લે ફિલ્મ ‘વેત્તેયાં’માં જાેવા મળ્યા હતા ‘કામમાંથી નિવૃત્ત લેવાનો હમણાં તો કોઈ વિચાર નથી’ : બીગ બી ૮૩ વર્ષના અમિતાભ બચ્ચન હાલમાં ‘કૌન બનેગા કરોડપતિ’ની ૧૮મી સિઝન હોસ્ટ કરી રહ્યા છે
અમિતાભ બચ્ચને પોતાની નિવૃત્તિને લઈને ચાલી રહેલી અટકળો પર સ્પષ્ટતા કરી છે. તાજેતરના બ્લોગમાં તેમણે ‘ટાઈમ ટુ રિટાયર’ વિશે લખતા કેટલાક અહેવાલોમાં તેમણે અભિનય કારકિર્દીમાંથી નિવૃત્તિના સંકેત ગણવામાં આવ્યો હતો. જાેકે, અભિનેતાએ જણાવ્યું કે તેમનો ઉલ્લેખ કામ છોડવા અંગે નહીં, પરંતુ રાત્રે સમસર ઉંઘવા જવા અંગે હતો.અહેવાલો સામે આવ્યા બાદ અમિતાભે અખબારની કટિંગ શેર કરીને લખ્યું, “મેં બ્લોગમાં લખ્યું હતું કે ‘ઇટ્સ લેટ, ટાઈમ ટુ રિટાયર’… જેનો અર્થ આપણે બધા જાણીએ છીએ—મોડું થઈ ગયું છે, હવે પથારીમાં જવાનો સમય છે.”પોતાની તાજેતરની બ્લોગ પોસ્ટમાં તેમણે વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું, “જી નહીં હુઝૂર, હું કામમાંથી રિટાયર થઈ રહ્યો નથી; અંગ્રેજીમાં તેનો અર્થ છે કે હું હવે ઉંઘવા જઈ રહ્યો છું અને માન્યવર, તમને ત્યાં આવવાનું આમંત્રણ નથી.”૮૩ વર્ષના અમિતાભ હાલમાં ‘કૌન બનેગા કરોડપતિ’ની ૧૮મી સિઝન હોસ્ટ કરી રહ્યા છે. આ સિઝન ૧૦ ઓગસ્ટથી સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન પર પ્રસારિત થઈ રહી છે. ફિલ્મોની વાત કરીએ તો અમિતાભ છેલ્લે ૨૦૨૪ની રજનીકાંત અભિનિત ફિલ્મ ‘વેત્તેયાં’માં જાેવા મળ્યા હતા.




