
અક્ષય-વિદ્યા ફરી પડદા પર મચાવશે ધમાલ ‘મૌજા હી મૌજા’ની રિલીઝ ડેટ જાહેર, ફેબ્રુઆરીમાં ફિલ્મ આવશે દિલ રાજુની આ કોમેડી-ડ્રામા ફિલ્મમાં અક્ષય કુમાર, વિદ્યા બાલન અને રાશિ ખન્ના જાેવા મળશે વિદ્યા બાલન અને અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘મૌજા હી મૌજા’ની રાહ જાેઈ રહેલા દર્શકો માટે સારા સમાચાર છે. નિર્માતા દિલ રાજુએ કહ્યું છે કે આ કોમેડી-ડ્રામા ફિલ્મ ફેબ્રુઆરી ૨૦૨૭માં સિનેમાઘરોમાં રિલીઝ થશે. અગાઉ ફિલ્મની રિલીઝ માટે ૪ ડિસેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી હતી. ત્યારબાદ ૨૭ નવેમ્બરે રિલીઝ કરવાનું પણ વિચારાયું હતું, પરંતુ હવે તેની નવી તારીખ સામે આવી છે.હૈદરાબાદમાં રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ની સફળતાની ઉજવણી માટે યોજાયેલા કાર્યક્રમમાં દિલ રાજુએ આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે તેમની પ્રોડક્શન કંપનીએ સલમાન ખાન સાથે પણ એક ફિલ્મ બનાવી છે, જે માર્ચમાં ઈદ નિમિત્તે રિલીઝ થશે. આ ફિલ્મનું નામ ‘મોન્સ્ટર’ છે. જ્યારે અક્ષય કુમાર સાથેની ફિલ્મ ફેબ્રુઆરીમાં દર્શકો સમક્ષ આવશે.‘મૌજા હી મૌજા’માં અક્ષય કુમાર ઉપરાંત વિદ્યા બાલન સાથે રાશિ ખન્ના પણ જાેવા મળશે. ફિલ્મનું દિગ્દર્શન અનીસ બઝ્મીએ કર્યું છે. દિલ રાજુના પ્રોડક્શન હાઉસ શ્રી વેંકટેશ્વર ક્રિએશન્સ અને કેપ ઓફ ગુડ ફિલ્મ્સે મળીને તેનું નિર્માણ કર્યું છે. બીજી તરફ, ‘મોન્સ્ટર’માં સલમાન ખાન સાથે નયનતારા અને મુઝમ્મિલ ઇબ્રાહિમ જાેવા મળશે. વંશી પૈડિપલ્લીના દિગ્દર્શનમાં બની રહેલી આ ફિલ્મ પણ દિલ રાજુ સાથે જાેડાયેલી છે. આમ, ૨૦૨૭ના શરૂઆતના મહિનાઓમાં દિલ રાજુની બે મોટી ફિલ્મો બોક્સ ઓફિસ પર આવશે.




