
શો અમદાવાદમાં ૨૧ નવેમ્બરે સ્ટેડિયમમાં યોજાશે દિલજીત દોસાંજના અમદાવાદના કોન્સર્ટમાં ૩ વસ્તુઓ પર પ્રતિબંધ અમદાવાદમાં યોજાનારા દિલજીત દોસાંજના લાઈવ શોમાં પાંચ વર્ષથી નાના બાળકોને લઈ જવા પર રોક દિલજીત દોસાંજ હાલ ઓરા ઇન્ડિયા ટુર કરી રહ્યો છે. આ ટુર માટે ભારતના અલગ અલગ શહેરોમાં લાઇવ શો કરે છે. જેમાં દિલજીત દોસાંજનો શો ગુજરાતના અમદાવાદ ખાતે પણ યોજવાનો છે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલજીત દોસાંજનો કોન્સર્ટ થવા જઈ રહ્યો છે. જાેકે દિલજીત દોસાંજ પર અમદાવાદના કોન્સર્ટ માટે કેટલીક પાબંદીઓ લગાડવામાં આવી છે. દિલજીત દોસાંજનો શો અમદાવાદમાં ૨૧ નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. આ શો માટે એન્ટ્રી બપોરે ત્રણ વાગ્યાથી શરૂ થઈ જશે. શરૂ થયા પછી આસો અંદાજે ૬ કલાક ચાલશે તેવું અનુમાન છે. દિલજીત દોસાંજના શોમાં સિટિંગ ટિકિટો ની કિંમત ૯૯૯ થી શરૂ થઈ ૪૪૯૯ સુધીની છે. આ સિવાય ગોલ્ડ અને ફેનપિટ સ્ટેન્ડિંગ ની ટિકિટ ની કિંમત ૪૯૯૯ થી શરૂ થાય ૮૯૯૯ રૂપિયા સુધીની છે. ટિકિટ ઓનલાઈન બુક કરી શકાય છે. અમદાવાદમાં યોજાનારા દિલજીત દોસાંજના લાઈવ શોમાં પાંચ વર્ષથી નાના બાળકોને લઈ જવા પર રોક છે. જેની ઉંમર પાંચ વર્ષથી વધુ હોય તે તમામ લોકો જઈ શકે છે. ચર્ચા એવી પણ છે કે ગુજરાતમાં જે શો થવાનો છે તેમાં સ્ટેજ ઉપર દિલજીત દોસાંજ બાળકોને બોલાવી નહીં શકે. આ સિવાય અમદાવાદમાં દિલજીત ડોસાંજ તેના ચાર પ્રખ્યાત ગીત પણ ગાય નહીં શકે તેવું કહેવાય રહ્યું છે. કારણ કે બાલ સંરક્ષણ અધિકારી એ પોલીસ કમિશનરને આ અંગે પત્ર લખીને અપીલ કરી છે કે દિલજીત ડોસા જ અમદાવાદમાં ૫ તારા ઠેકે, પટિયાલા પેગ, જેબ વિચો ફીમ, જટ્ટ ફાયર કરદા.. આ ચાર ગીત સ્ટેજ પર ન ગાય. અમદાવાદમાં થનારા કોન્સર્ટ અંગે એવી વાત પણ સામે આવી છે કે સ્ટેજ પર પર્ફોર્મ કરતી વખતે દિલજીત દોસાંજ બુલેટ બેલ્ટ, ધાતુના નકલી કારતુસ કે કોઈપણ પ્રકારની એવી વસ્તુ સાથે નહીં રાખી શકે જે ગન કલ્ચરને વધારો આપે. જાે આ વાત સાચી હશે તો અમદાવાદમાં ધાતુના તેનું આઈકોનિક લુકવાળું જેકેટ નહીં પહેરી શકે. અધિકારીઓનું કહેવું છે કે આ પ્રકારના કપડાં અને વસ્તુઓથી દર્શકો ખાસ કરીને બાળકો પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે.




