
હુમા કુરેશીએ લોકોના નેગેટીવ પ્રતિસાદ સાથે કામ લેવા વિશે વાત કરી લોકોની નેગેટીવ કમેન્ટ્સથી તમારા આત્મવિશ્વાસ પર અસર પહોંચે છે ગીતુ મોહનદાસ દિગ્દર્શિત આ ફિલ્મમાં તારા સુતરિયા, નયનતારા, રુક્મિણી વસંત અને કિયારા અડવાણી પણ મહત્વના રોલમાં છે હુમા કુરેશી તાજેતરમાં નેહા ધૂપિયાના ચેટ શો ડબલ ડેટ વિથ નેહા ધૂપિયા એન્ડ અંગદ બેદીમાં પોતાના ભાઈ સાકિબ સલીમ સાથે પહોંચી હતી. આ દરમિયાન તેણે સેલ્ફ-ડાઉટ અને બોડી ઇમેજ જેવા મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી. હુમાએ જણાવ્યું કે કારકિર્દીની શરૂઆતમાં તેનાં દેખાવ અંગે થતી સતત ટીકા તેનાં આત્મવિશ્વાસ પર ગંભીર અસર કરતી હતી.નેહા સાથેની વાતચીતમાં હુમાએ કહ્યું, “મારી બીજી ફિલ્મ પછી મેં મારા લૂક અને દેખાવ વિશે ઘણી નકારાત્મક કમેન્ટ્સલ વાંચવા મળતી હતી. તેની મારા પર ખૂબ અસર પડી અને થોડા સમય માટે મને ઘણો સંકોચ થતો હતો. જ્યારે તમને સતત જજ કરવામાં આવે, ત્યારે તે તમારા આત્મવિશ્વાસને અસર કરવાનું શરૂ કરે છે.”હુમાએ આગળ જણાવ્યું કે સમય જતાં તેને સમજાયું કે બહારના અવાજાેથી દૂર રહીને પોતાના પર ધ્યાન આપવું જરૂરી છે. “મેં ધ્યાન અને યોગ કરવાનું શરૂ કર્યું, મારી લાગણીઓ અને વિચારો વિશે લખવાનું શરૂ કર્યું, તેની નોંધ બનાવવાનું શરૂ કર્યું અને થેરાપી પણ લીધી. ધીમે ધીમે હું મારી જાત અને મારા દેખાવ વિશે વધુ સહજ અનુભવવા લાગી. આજે હું મારી મજાક પર હસી શકું છું, હું પોતે મારી જાત પર પણ મજાક કરી શકું છું અને બાબતોને વધુ પોઝિટિવ રીતે લઈ શકું છું. હવે હું મારી જાતમાં ઘણો વધુ આત્મવિશ્વાસ અને સહજતા અનુભવું છું.” જાે હુમાની ફ્લ્મોની વાત કરીએ તો હુમા કુરેશી પાસે અનેક રસપ્રદ ફિલ્મો છે. તે યશ સાથે ટોક્સિક: એ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સમાં જાેવા મળશે. ગીતુ મોહનદાસ દિગ્દર્શિત આ ફિલ્મમાં તારા સુતરિયા, નયનતારા, રુક્મિણી વસંત અને કિયારા અડવાણી પણ મહત્વના રોલમાં છે.હુમા પોતાની પ્રથમ પ્રોડક્શન વેન્ચર બેબી ડુ ડાય ડુમાં પણ જાેવા મળશે, જેમાં તે ભારતની પ્રથમ “દેશી ફીમેલ હિટવુમન”નું પાત્ર ભજવી રહી છે. ઉપરાંત તે વિકાસ રંજન મિશ્રાની પોલીસ પ્રોસિજરલ થ્રિલર બયાનમાં પણ છે, જે અનેક ફિલ્મ ફેસ્ટિવલ્સમાં પ્રદર્શિત થઈ ચુકી છે. તેની પાસે વિપુલ મહેતાની ગુલાબી નામની ફિલ્મ પણ છે, જેમાં તે અમદાવાદની ઓટો-રિક્શા ડ્રાઈવરનું પાત્ર ભજવી રહી છે.



