
આ હોરર કોમેડી ફિલ્મમાં અનીત ડબલ રોલમાં જાેવા મળશે અનીતની ‘શક્તિ શાલિની’નું મુંબઇમાં શૂટ પૂરું થયું છેલ્લે મુંબઇમા પવઇમાં ચિત્રાર્થ સ્ટુડિયોમાં શૂટ પૂરું થયું છે, આ પહેલાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનના વિવિધ લોકેશન પર શૂટ થયું હતું મેડોકના હોરર કોમેડી યુનિવર્સની આવનારી ફિલ્મ ‘શક્તિ શાલિની’થી આ યુનિવર્સ વધુ વિસ્તરવા જઈ રહ્યું છે. ફરી એક વખત આ ફિલ્મમાં પણ લોકકથા, હોરર, બદલા અને કોમેડીનું મિશ્રણ જાેવા મળશે. આ ફિલ્મમાં અનીત પડ્ડા અને વિશાલ જેઠવા લીડ રોલમાં છે અને આ ફિલ્મમાં સુપરનેચરલ એલિમેન્ટ અને સ્ટોરીના કારણે પહેલાંથી જ ઘણી ઉત્સુકતા છે. ત્યારે હવે જે અહેવાલો છે, તેનાથી ઉત્સુકતામાં વધારો થયો છે, ફિલ્મનું શૂટિંગ મુંબઇમાં પૂરું થઈ ચૂક્યું છે.છેલ્લે મુંબઇમા પવઇમાં ચિત્રાર્થ સ્ટુડિયોમાં શૂટ પૂરું થયું છે, આ પહેલાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનના વિવિધ લોકેશન પર શૂટ થયું હતું. માર્ચથી ફિલ્મનું શૂટિંગ શરૂ થયું હતું. આ અંગે એક સુત્રના જણાવ્યા અનુસાર, “રાજસ્થાનના ગામડાંનો વિશાળ સેટ અને એક ઘરનો અંદરનો ભાગ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં ગામડાંની મહિલાઓ વિનાશી શક્તિઓ પરની જાતની ઉજવણી કરે છે એવું શૂટ કરવામાં આવ્યું છે.” આ ફિલ્મમાં અનીત પડ્ડાનો ડબલ રોલ મુખ્ય આકર્ષણ છે. જેમાં તે બે બિલકુલ વિરોધાભાસી પાત્રો કરતી જાેવા મળશે, એક દૈવી શક્તિ દર્શાવશે જ્યારે બીજું પાત્ર એક ક્રુર દુષ્ટ શક્તિ દર્શાવશે. આ બંને શક્તિશાળી પાત્રો વચ્ચે એક સુપરનેચરલ ટક્કર જાેવા મળશે એવી શક્યતા છે. આ ફિલ્મમાં વિનીત વિલનના રોલમાં છે, આ અંગે એક સુત્રએ જણાવ્યું, “વિનીત આ ફિલ્મમાં વિલનનો રોલ કરે છે અને અનીતે ચંબલ, દાતિયા, અન્ત્રી, પનિહાર, ગ્વાલિયર અને મોરેનામાં ક્લાઇમેક્સ શૂટ કર્યાે હતો. જ્યારે અન્ય કેટલાક મહત્વના સીન રાજસ્થાનના ધોલપુર અને બારખંડીમાં શૂટ થયા હતા. નાના પાટેકર અને સીમા બિશ્વાસે મે મહિનામાં શૂટ શરૂ કર્યું હતું.” આ એક બંગાળી લોકકથા પરથી પ્રેરિત ફિલ્મ છે. જેમાં એક સ્ત્રીની ઘાતકી હત્યા બાદ તેનામાં દૃષ્ટ શક્તિઓ પ્રવેશી જાય છે. આ એક બદલાની વાત કરતી ફિલ્મ છે. હજુ આ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર થઈ નથી.



