
કરારની નજીક પહોંચ્યાનો ટ્રમ્પનો દાવો હિતોનું રક્ષણ થાય તો ડીલ માટે ઇરાન હવે તૈયાર યુદ્ધનો અંત લાવવા ઈરાન-યુએસ વચ્ચે અઠવાડિયાઓથી વાટાઘાટો ચાલી રહી છે, પરંતુ કોઈ નિષ્કર્ષ સુધી હજુ પહોંચી શકાયું નથી ઈરાન સામે શરૂ થયેલા યુદ્ધમાં અમેરિકાનો હાથ ઉપર હોવાનો અને ઈરાન પાસે પીસ ડીલ સ્વીકારવા સિવાય અન્ય કોઈ માર્ગ ન હોવાનો હુંકાર ટ્રમ્પે કર્યાે છે. પીસ ડીલ માટે ઈરાન સાથે ચાલી રહેલી વાટાઘાટો દરમિયાન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, ઈરાન સાથે ખૂબ સારી સમજૂતીની નિકટ પહોંચ્યા છે, પરંતુ અપેક્ષિત પરિણામ ન મળે તો અમેરિકા અન્ય રીતે આ મુદ્દાનો અંત લાવશે. ઈરાને પોતાના નાગરિકોના અધિકારોનું રક્ષણ થાય તો ડીલ કરવા તત્પરતા બતાવી છે. યુદ્ધનો અંત લાવવા ઈરાન-યુએસ વચ્ચે અઠવાડિયાઓથી વાટાઘાટો ચાલી રહી છે, પરંતુ કોઈ નિષ્કર્ષ સુધી હજુ પહોંચી શકાયું નથી. રવિવારે ઈરાનના ટોચના નેગોશિએટર મોહમ્મદ બઘેર ઘલિબાફે કહ્યું હતું કે, ઈરાનના નાગરિકોના હિતોનું રક્ષણ સુનિશ્ચિત ન થાય તો ઈરાન કોઈ ડીલ કરશે નહીં. ટ્રમ્પે પુત્રવધૂ લારા ટ્રમ્પને આપેલા એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યુ હતું કે, અમેરિકા ખબ સારી સમજૂતીની નજીક છે. પરંતુ, વધારે ઉતાવળ કરવામાં આવશે તો બહેતર ડીલ થઈ શકશે નહીં. ધીમે-ધીમે પરંતુ નિશ્ચિત રૂપથી અમેરિકાને જે જાેઈએ છે, તે બધું જ મળી રહ્યું છે. અમેરિકાને અપેક્ષા મુજબનું ન મળ્યું તો અન્ય માર્ગે આ મુદ્દાનો અંત લવાશે.ઈરાનને સારા નેગોશિએટર ગણાવતા ટ્રમ્પે કહ્યું હતું, ઈરાનનું સૈન્ય નબળું પડી ગયું છે અને હવે આખી બાજી અમેરિકાના હાથમાં છે. અમેરિકા શાંતિથી વાત કરી રહ્યું છે, પરંતુ જરૂર જણાય તો સૈન્યને આખો મુદ્દો સોંપી દેવાશે. પરમાણુ શસ્ત્રો વિકસાવવાની કે ખરીદવાની કોઈ પણ પ્રવૃત્તિ નહીં કરવા ઈરાને ખાતરી આપી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ઈરાન અને યુએસ વચ્ચે અગાઉ થયેલી ડ્રાફ્ટ ડીલમાં ટ્રમ્પે ઘણાં ફેરફાર કરાવ્યા છે. તેમાં ખાસ કરીને પરમાણુ શસ્ત્રોને લગતી જાેગવાઈ વધુ આકરી કરાઈ છે. ડ્રાફ્ટ ડીલમાં ફેરફાર થયા હોવાથી ડીલ માટેની વાટાઘાટોમાં સમય વધારે લાગી રહ્યો છે. ઈઝરાયેલી સેના લેબેનોનમાં ઘણાં ઊંડે સુધી ઘૂસવામાં સફળ રહી છે. ૨૫ વર્ષ અગાઉ ઈઝરાયેલે લેબેનોન ખાલી કર્યું હતું, પરંતુ આ વખતે ઈઝરાયેલે દક્ષિણ લેબેનોનમાં આવેલો બ્યુફોર્ટનો કિલ્લો કબજે કરી લીધો છે. દરિયાથી ૭૦૦ મીટરની ઊંચાઈએ આવેલા આ કિલ્લાથી લેબેનોન અને ઉત્તર ઈઝરાયેલ બંને દેખાય છે. પ્રાચીન સમયથી સૈન્ય દૃષ્ટિથી આ કિલ્લાનું વ્યૂહાત્મક મહત્ત્વ છે અને હવે ઈઝરાયેલ આ કિલ્લો ખાલી કરવા માગતું નથી.



