
સૌ ૭માં નોરતે ઓપરેશન સિંદૂરની થીમ પર ગરબા કરો : હર્ષ સંઘવી.રાત્રે ૧૧ વાગ્યાથી ૧૦ મિનિટ સુધી વિશ્વ વિક્રમ સર્જવા સેનાને અભિનંદન અપાશે : ઓપરેશન સિંદૂર થીમ પર ગરબા યોજાશે.નવરાત્રીના પાવન પર્વ દરમિયાન આ વર્ષે રવિવારે આવતા સાતમા નોરતે રાજ્ય સરકારે ફુલનાઇટ ગરબા રમવાની વિશેષ છૂટ આપી છે. આ છૂટ દેશની સેના દ્વારા હાથ ધરવામાં આવેલા સફળ ઓપરેશન સિંદૂરને સન્માન આપવા અને તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરવાના ઉદ્દેશ્યથી આપવામાં આવી છે.
સરકાર દ્વારા લોકોને આ સાતમા નોરતાની ઉજવણી ઓપરેશન સિંદૂરની થીમ પર કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે, જેમાં દુર્ગાની પૂજા સાથે દેશભક્તિનો ઉત્સાહ જાેવા મળશે.
આ રાત્રે, રાત્રિના ૧૧ વાગ્યાથી ૧૧:૧૦ વાગ્યા સુધી તમામ લોકો એકસાથે ઊભા રહીને દેશના જવાનોને વિશ્વ વિક્રમ કરવા બદલ અભિનંદન પાઠવશે અને તેમને પ્રોત્સાહન આપશે. આ ર્નિણયથી ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.
ગુજરાત પોલીસના સાયબર ક્રાઈમ વિભાગે એક મેગા ઓપરેશન હાથ ધરીને દેશના વિવિધ રાજ્યોમાં મોટી સંખ્યામાં ગુના આચરનાર અને રૂ.૮૦૪ કરોડની ઠગાઈ કરનાર આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ મેગા ઓપરેશનની સફળતા અંગે રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું.
મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સાયબર ક્રાઈમ દ્વારા ખૂબ જ ગુપ્તતાથી આ મેગા ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. આ રેકેટ દુબઈ અને વિયેતનામ જેવા દેશોમાં બેસીને ઓપરેટ કરતું હતું. આ રેકેટે કુલ ૧૫૪૯ ગુના આચરીને ૮૦૪ કરોડની ઠગાઈ કરી હતી. દુબઈમાં બેસેલા મુખ્ય આરોપીને જરા પણ ગંધ ન આવે તે રીતે આ ઓપરેશન પાર પડાયું હતું.
પોલીસે લેયર ૧ થી લેયર ૬ સુધીના તમામ આરોપીઓને એક સાથે પકડી પાડ્યા છે. આ આરોપીઓ મોટા પાયે વધુ લોકોને સાયબર ક્રાઈમનો શિકાર બનાવવાની ફિરાકમાં હતા.
ગૃહરાજ્ય મંત્રીએ ગુજરાત સાયબર ક્રાઈમની ટીમને રાજ્યના નાગરિકો વતી અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે, ખૂબ ટૂંકા સમયગાળામાં સાયબર ક્રાઈમના બનાવોમાં ઘટાડો થયો છે અને લૂંટાયેલા રૂપિયા બ્લોક કરવાના કિસ્સામાં વધારો થયો છે.
સાયબર ક્રાઈમ દ્વારા કરાયેલા સર્વેમાં સામે આવ્યું છે કે, છેલ્લા ૬ મહિનામાં સૌથી વધુ કેસ લોભ-લાલચ આપીને છેતરપિંડીના થયા છે. મંત્રીએ રાજ્યના નાગરિકોને ચેતવ્યા હતા કે, “રાતોરાત રૂપિયા ડબલ થઈ જાય તેવી લાલચમાં ન આવવું.” તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, “ડિજિટલ રેસ્ટોરન્ટ” જેવી કોઈ સિસ્ટમ અસ્તિત્વમાં નથી અને તેમાં સિનિયર સિટીઝન સૌથી વધુ ફસાય છે.
તેમણે અંતમાં કહ્યું કે, “સાયબર ક્રાઈમની ટીમને ઘણી સફળતા મળી છે, પરંતુ સંપૂર્ણ સફળતા માટે રાજ્યના નાગરિકોએ સતર્ક રહેવાની અને આવી લાલચોથી દૂર રહેવાની જરૂર છે.”
