
સોહા અલી ખાનના પોડકાસ્ટમાં માનુષી છિલ્લરે વ્યથા ઠાલવી નીટની પરીક્ષા ફરી આપવા મેં ગમતી બધી ચીજાેનું બલિદાન આપેલું : માનુષી વર્ષ ૨૦૧૫ની નીટ પરીક્ષાની તૈયારીઓ મારા જીવનનો સૌથી મુશ્કેલ તબક્કો બની રહ્યો : માનુષી નીટ પરીક્ષાના પેપરલીકના મામલે શિક્ષણ પ્રધાન ધર્મન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધાં બાદ ૨૦૧૭ની મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે પોતાના નીટ પરીક્ષાના અનુભવો સોહા અલી ખાન સમક્ષ તેના પોડકાસ્ટ દરમ્યાન વ્યક્ત કર્યા હતા.માનુષીએ જણાવ્યું હતું કે સૌન્દર્ય સ્પર્ધામાં પ્રવેશી તે અગાઉ હું મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરવા માંગતી હતી. મને જ્યારે આ પરીક્ષા ફરી આપવા જણાવવામાં આવ્યું ત્યારે તેના બે પાસાં હતા. એક મારો અંગત અનુભવ અને બીજું પાસું એ સમજવું કે દેશમાં મોટાભાગના સ્ટુડન્ટ્સની વાસ્તવિકતા સમજવી. મારા માતાપિતા વર્ષાે અગાઉ આ જ અવસ્થામાંથી પસાર થઇ ચૂક્યા હોઇ હું આ પ્રક્રિયા માટે માનસિક રીતે તૈયાર હતી. પણ તેને માટે મારે મને ગમતી તમામ ચીજાેનું બલિદાન આપવું પડયુ હોઇ તે મારે માટે ખૂબ મુશ્કેલ બની રહી હતી. મારે આ પરીક્ષા ખાતર મારા કુચીપુડી ડાન્સ અને પેઇન્ટિંગના શોખને એક વર્ષ માટે બાજુ પર મુકી દેવા પડયા હતા.માનુષીએ જણાવ્યું હતું કે જ્યારે તમે મહિનાઓ સુધી તૈયારીઓ કર્યા બાદ પરીક્ષા આપો અને એ પછી તમને કહેવામાં આવે કે બીજા ૪૫ દિવસ તમારે હજી તૈયારી કરવાની છે ત્યારે તમને નવાઇ લાગે કે હજી મારે કેટલો ભોગ આપવાનો છે. પણ મારા પરિવારનો મને જબરજસ્ત ટેકો હતો અને મારા માતાપિતાએ એક કલાક કસરત કરવાની ટેવ પાડેલી હતી એટલે હું પરીક્ષાની બહાર પણ લોકો સાથે સંકળાયેલી રહી શકી હતી. મારા બીજા ઘણાં સાથીઓ પાસે આ લક્ઝરી નહોતી.હરિયાણામાં જન્મેલી માનુષીએ ૨૦૨૨મા સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મમાં સંયોગિતાની ભૂમિકા ભજવી હિન્દી ફિલ્મ ક્ષેત્રમાં પ્રવેશ કર્યાે હતો. તાજેતરમાં તે તહેરાન નામની એક્શન થ્રીલર ફિલ્મમાં દેખાઇ હતી.




