
રણવીરના રૉ અને અનસીન ‘ધુરંધર’ વર્ઝને સ્ટ્રીમિંગ પ્લેટફર્મ પર યુદ્ધ જગાવ્યું કેટલાક ફેન્સ બે મોટા સ્ટ્રીમિંગ જાયન્ટ્સ વચ્ચે એક જ ફિલ્મ માટેની ટક્કર જાેવા ઉત્સાહિત છે, જ્યારે કેટલાક લોકો એ પ્રશ્ન કરી રહ્યા છે બોક્સ ઓફિસની લડાઈ ભલે પુરી થઈ ગઈ હોય, પરંતુ હવે આ ટક્કર ઓટીટી ક્ષેત્રમાં પહોંચી ગઈ છે. રણવીર સિંહની બ્લોકબસ્ટર ‘ધુરંધર’નું રૉ અને ક્યારેય ન જાેયેલું વર્ઝન એક જ દિવસે નેટફ્લિક્સ અને જિઓ હોટસ્ટાર બંને પર સ્ટ્રીમ થવાનું જાહેર થતાં જ ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે અને હવે એક મોટું સ્ટ્રીમિંગ ક્લેશ જાેવા મળશે.ગુરુવારે જાહેરાત કરવામાં આવી હતી કે આદિત્ય ધરની એક્શનથી ભરપૂર સ્પાય થ્રિલર ‘ધુરંધર’ના પ્રથમ ભાગનું ક્યારેય ન જાેયું હોય એવું વર્ઝન ૨૨ મેથી નેટફ્લિક્સ અને જિઓ હોટસ્ટાર પર રિલીઝ થશે.આ અનસીન કટ “રો અને અનફિલ્ટર્ડ” અનુભવ આપવાનું વચન આપે છે, જેમાં દર્શકોને ‘ધુરંધર’ની દુનિયામાં વધુ ઊંડો અને જાણે દર્શકો પણ એનો ભાગ હોય એવો અનુભવ મળશે, સાથે જ કેટલાક ક્યારેય ન જાેવામાં આવેલા દ્રશ્યો પણ જાેવા મળશે, જે ખાસ દર્શકો માટે તૈયાર કરવામાં આવ્યા છે. હિન્દી સાથે ફિલ્મ તમિલ અને તેલુગુ ભાષામાં પણ ઉપલબ્ધ રહેશે.આ પગલાએ હવે મોટું ઓટીટી ક્લેશ ઊભું કર્યું છે, કારણ કે બે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ એક જ ફિલ્મને એકસાથે અલગ પ્લેટફોર્મ્સ પર રિલીઝ કરીને સામસામે આવી ગયા છે.આ પગલાંએ સોશિયલ મીડિયા યુઝર્સને ઉત્સુક પણ બનાવ્યા છે અને ગૂંચવણમાં પણ મૂકી દીધાં છે. કેટલાક ફેન્સ બે મોટા સ્ટ્રીમિંગ જાયન્ટ્સ વચ્ચે એક જ ફિલ્મ માટેની ટક્કર જાેવા ઉત્સાહિત છે, જ્યારે કેટલાક લોકો એ પ્રશ્ન કરી રહ્યા છે કે ‘ધુરંધર’ એકસાથે બે સ્પર્ધાત્મક પ્લેટફોર્મ્સ પર શા માટે રિલીઝ થઈ રહી છે. ‘ધુરંધર’ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને ‘ધુરંધર ૨’ આ વર્ષે ૧૯ માર્ચે રિલીઝ થઈ હતી. ફિલ્મમાં રણવીર સિંહ, અક્ષય ખન્ના, સંજય દત્ત, અર્જુન રામપાલ, આર. માધવન, સારા અર્જુન, રાકેશ બેદી, ગૌરવ ગેરા અને ડેનિશ પંડોર જાેવા મળે છે. સેકનિકના અહેવાલો મુજબ, પ્રથમ ફિલ્મે વિશ્વભરમાં ૧૩૦૭ કરોડની કમાણી કરી હતી, જ્યારે સિક્વલે ૧૩૬૩ કરોડથી વધુ કમાણી કરી હતી. આ ફિલ્મો જસ્કિરત સિંહ રંગી ઉર્ફે હમઝા અલી મઝારીની કહાની કહે છે, જેને પાકિસ્તાનના લિયારીમાં આતંકી યુનિટને ખતમ કરવા મોકલવામાં આવે છે. તે બલોચ ગેંગમાં ઘુસી જાય છે, લિયારીના એક રાજકારણીની દીકરી સાથે લગ્ન કરે છે અને પોતાનું મિશન પૂર્ણ કરવા માટે ત્યાંના સમાજમાં ભળી જાય છે.ફિલ્મોનાં સ્ટાઇલિશ નેરેટિવ માટે વખાણ થયા હતા, પરંતુ ઘણા લોકોએ આક્ષેપ કર્યાે હતો કે ફિલ્મોમાં ભાજપ સરકારનું મહિમાગાન કરવામાં આવ્યું છે અને અગાઉની સરકારોની સિદ્ધિઓને ઓછી બતાવવામાં આવી છે.



