
પુત્ર વિઆનના જન્મ પછી, કેટરિના દેખાવ અંગેનો વિવાદ પ્રિયંકા ચતુર્વેદી અને ખુશ્બૂ દોડી આવી કેટરિનાના સમર્થનમાં “પુરુષો ટાલ પડી જાય છે, પછી કોઈ પૂછતું નથી,” પ્રિયંકા ચતુર્વેદી અને ખુશ્બુએ કેટરીના માટે ટિપ્પણી કરનારાઓ પર પ્રહારો કર્યા એક સમયની ચિકની ચમેલી કેટરિના કૈફ મમ્મી બન્યા પછી સ્વાભાવિક રીતે પહેલાંના જેવું શરીર સૌષ્ઠવ જાળવી શકી નથી. એ ઘણી જાડી થઇ ગઇ છે. એ અત્યાર સુધી પતલી કમરવાળી હતી ત્યાં સુધી એની નોંધ સુદ્ધાં નહીં લેનારા હવે એના ભદ્દા શરીર માટે ટીકા કરવા કૂદી પડેલા છે. નેત્રી પ્રિયંકા ચતુર્વેદી અને અભિનેત્રી કમ નેત્રી ખુશ્બૂ સુંદરે કેટરિના કૈફના વજન વધવાની ટીકા કરનારાઓને આડે હાથ લીધા છે. ખુશ્બુએ તો સોશિયલ મિડીયા પર એક લાંબી પોસ્ટ પણ લખીને સવાલ કર્યાે છે કે પુરુષોને ટાલ પડી જાય છે ત્યારે કોઈ ટિપ્પણી કેમ નથી કરતું. તેણે એવું પણ કહ્યું છે કે “કેટરિના હંમેશા સુંદર રહી છે, છે અને હંમેશા સુંદર રહેશે.”બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફના વજન વધવાથી સોશિયલ મીડિયામાં ખળભળાટ મચી ગયો છે. નવેમ્બર ૨૦૨૫ માં તેના પુત્ર વિઆનના જન્મ પછી, તેના દેખાવ અંગે ચર્ચા થઈ છે. તાજેતરમાં ગણેશ ઉત્સવમાં અભિનેત્રીને જાેયા પછી, કેટલાક લોકો તેની ટીકા કરવા લાગતાં માતૃત્વ અને ઉંમર સાથે આવતા મહિલાઓના શરીરમાં થતા ફેરફારો વિશે એક નવી ચર્ચા શરૂ થઈ છે. હવે, રાજકારણી અને ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ આ બાબતે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે. એટલું જ નહીં, પરંતુ પ્રખ્યાત દક્ષિણ ભારતીય અભિનેત્રી અને રાજકારણી ખુશ્બુ સુંદર પણ કેટરીનાના બચાવમાં આવ્યા છે. એક લાંબી પોસ્ટમાં, તેણીએ લખ્યું કે પુરુષોની કમર પણ ૪૦ ઇંચ સુધી પહોંચી શકે છે, પરંતુ કોઈ કંઈ કહેતું નથી.અગાઉ, કેટરિના કૈફના સમર્થનમાં, પાકિસ્તાની અભિનેતા અલી ઝફરથી લઈને ઋત્વિક રોશન, ટીવી ઉદ્યોગના બધા જ કલાકારો સોનારિકા ભદોરિયા અને શ્રદ્ધા આર્ય સુધીના બધાએ ટીકાકારોની ટીકા કરી હતી. ૪૩ વર્ષીય કેટરિનાના સમર્થનમાં, સેલિબ્રિટીઓ વૃદ્ધત્વ અને શરીરના ફેરફારો અંગે સમાજનાં બેવડાં ધોરણો પર સવાલ ઉઠાવી રહ્યા છે. પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું, “સમજાવવાની કોઈ જરૂર નથી, તે આપણું જીવન છે, તે આપણું શરીર છે.”પ્રિયંકા ચતુર્વેદીએ ઠ પર લખ્યું છે કે “પ્રિય મહિલાઓ, તમારા વજનમાં વધારો કે ઘટાડો, તમારી ઉંમર, તમારા દેખાવ, તમારા શરીર અથવા તમારી ત્વચાને એવા લોકોને સમજાવવાની કોઈ જરૂર નથી જેમની પાસે આ બાબતો પર ટિપ્પણી કરવા સિવાય બીજું કંઈ નથી. ભલે તે આજે કેટરિના હોય કે કાલે કોઈ બીજું, આપણે કોઈના કોઈ ખુલાસા આપવાના ઋણી નથી – તે આપણું જીવન છે, આપણું શરીર છે, આપણી પસંદગીઓ છે.”ખુશ્બુએ કહ્યું, “જ્યારે સ્ત્રી બાળકને જન્મ આપે છે, ત્યારે તેનો પુનર્જન્મ થાય છે.” ખુશ્બુ લખે છે કે પુરુષોને ઘણીવાર અનુભવ સાથે વૃદ્ધ થવા દેવામાં આવે છે અને તેમને આકર્ષક માનવામાં આવે છે. જ્યારે સ્ત્રીઓને કરચલીઓ, વજન વધારો, સફેદ વાળ અને તેમના શરીરમાં થતા અન્ય ફેરફારો માટે તીવ્ર તપાસનો સામનો કરવો પડે છે. જ્યારે સ્ત્રી બાળકને જન્મ આપે છે, ત્યારે હોર્માેનલ, શારીરિક, ભાવનાત્મક અને માનસિક ફેરફારો ખૂબ જ મોટા હોય છે. તેના શરીરે આ દુનિયામાં બીજું જીવન લાવ્યું છે અને તેનું પાલન-પોષણ કર્યું છે. છતાં, તેણે જે અનુભવ્યું છે તેને આવકારવાને બદલે, આપણે તે પછી કેવી દેખાય છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.” ખુશ્બુએ કેટરિના કૈફની પ્રશંસા કરતાં કહ્યું, “કેટરિના કૈફ હંમેશા સુંદર રહી છે, છે અને હંમેશા સુંદર રહેશે.




