
પ્રિયંકાની ફિલ્મના લાંબા શીડ્યુલ વિશે નીક જાેનાસે પણ સંકેત આપ્યો એસ.એસ.રાજામૌલી ૧૪ મહિનાથી ‘વારાણસી’ શૂટ કરે છે, હજુ છ મહિના ચાલશે ‘વારાણસી’ પ્રિયંકા માટે મહત્વપૂર્ણ ફિલ્મ છે, કારણ કે લગભગ સાત વર્ષના વિરામ પછી તે ભારતીય સિનેમામાં વાપસી કરી રહી છે પ્રિયંકા ચોપરા હાલમાં પોતાની નવી રિલીઝ ધ બ્લફના પ્રમોશનમાં વ્યસ્ત છે, જે એમેઝોન પ્રાઇમ વીડિયો પર પ્રીમિયર આવી છે. તાજેતરમાં એક અમેરિકન શો પર વાતચીત દરમિયાન પ્રિયંકાએ પોતાની બહુ અપેક્ષિત ભારતીય ફિલ્મ ‘વારાણસી’ વિશે પણ વાત કરી હતી, જેનું દિગ્દર્શન એસ. એસ. રાજામૌલી કરી રહ્યા છે.આ ફિલ્મને કેટલાક વર્ષાે પછી ભારતીય સિનેમામાં પોતાની વાપસી ગણાવતી પ્રિયંકાએ પ્રોજેક્ટની ભવ્યતા અને લાંબા શીડ્યુલ વિશે પણ વિગતો આપી હતી.પ્રિયંકાએ કહ્યું, “મેં લગભગ છ કે સાત વર્ષથી કોઈ ભારતીય ફિલ્મ કરી નથી અને આ ફિલ્મનું નામ ‘વારાણસી’ છે.
તેનું દિગ્દર્શન એસ. એસ. રાજામૌલી કરી રહ્યા છે, જે ભારતના અત્યંત પ્રતિભાશાળી દિગ્દર્શકોમાંના એક છે અને આ એક એડવેન્ચર ફિલ્મ હશે. હું તેના માટે ખૂબ જ ઉત્સાહિત છું. આ ફિલ્મ ૭ એપ્રિલ, ૨૦૨૭ના રોજ રિલીઝ થશે. અમે તેને આઈમૅક્સ ફોર્મેટમાં શૂટ કરી છે. એટલે તે આઈમૅક્સ થિયેટર્સ માટે હશે, આ ફિલ્મ ખૂબ જ ભવ્ય હશે.”આ ફિલ્મની શૂટિંગ પ્રક્રિયા વિશે પ્રિયંકાએ જવાબ આપ્યો, “હા. અરે ભગવાન! અમે ૧૪ મહિનાથી શૂટિંગ કરી રહ્યાં છીએ. હજુ છ મહિના સુધી શૂટિંગ ચાલુ રહેશે.”થોડા અઠવાડિયા પહેલાં પ્રિયંકાના પતિ નિક જાેનાસે પણ એક શો પર પોતાનાં આલ્બમ ‘સન્ડે બેસ્ટ’ના પ્રમોશન દરમિયાન ફિલ્મ અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું, “પ્રિયંકા છેલ્લા ૧૪ મહિનાથી વચ્ચે-વચ્ચે શૂટિંગ કરી રહી છે. આ એસ. એસ. રાજામૌલીની દક્ષિણ ભારતીય ફિલ્મ છે, જેમણે આરઆરઆરનું દિગ્દર્શન કર્યું હતું. આ તેમની આગામી મોટી ફિલ્મ છે. તે અદ્ભુત હશે.”‘વારાણસી’ પ્રિયંકા માટે મહત્વપૂર્ણ ફિલ્મ છે, કારણ કે લગભગ સાત વર્ષના વિરામ પછી તે ભારતીય સિનેમામાં વાપસી કરી રહી છે. તે છેલ્લે બોલિવૂડમાં ધ સ્કાય ઇઝ પિંકમાં જાેવા મળી હતી. તેની છેલ્લી તેલુગુ ફિલ્મ તૂફાન હતી.દિગ્દર્શક એસ. એસ. રાજામૌલીએ નવેમ્બર ૨૦૨૫માં હૈદરાબાદમાં ગ્લોબટ્રોટર ઇવેન્ટમાં ‘વારાણસી’નું સત્તાવાર રીતે નામ જાહેર કરવામાં આવ્યું હતું. ફિલ્મ ૭ એપ્રિલ, ૨૦૨૭ના રોજ રામ નવમીના અવસરે થિયેટરમાં રિલીઝ થવાની છે.




