
કંગનાએ કહ્યું : ‘હું ગુપ્ત રીતે લગ્ન નહીં કરું’.લીલી ચુડીઓ અને મંગળસૂત્ર પહેરવાનું કારણ?.એક્ટર અને રાજકારણી કંગના રનૌત પરંપરાગત લીલી ચુડીઓ અને મંગળસૂત્ર પહેરેલી જાેવા મળતાં ચર્ચામાં આવી ગઈ હતી.એક્ટર અને રાજકારણી કંગના રનૌત પરંપરાગત લીલી ચુડીઓ અને મંગળસૂત્ર પહેરેલી જાેવા મળતાં ચર્ચામાં આવી ગઈ હતી. તરત જ સોશિયલ મીડિયા પર અટકળો શરૂ થઈ ગઈ કે શું તેમણે ગુપ્ત રીતે લગ્ન કરી લીધાં છે અને તેની સાથે લગ્ન કરાનાર “સૌભાગ્યશાળી વ્યક્તિ” કોણ છે. શુક્રવારે કંગનાએ પોતાનાં ઇન્સ્ટાગ્રામ દ્વારા આ મુદ્દે સ્પષ્ટતા કરી અને સાથે જ પ્રશ્ન કર્યાે કે એક ફોટોને આટલો મોટો મુદ્દો કેમ બનાવવામાં આવી રહ્યો છે.કંગનાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યાે. વીડિયોમાં હિન્દીમાં લખેલું હતું: “શું કંગના રનૌતે ગુપ્ત રીતે લગ્ન કરી લીધાં છે? અભિનેત્રી મંગળસૂત્ર અને લીલી ચુડીઓ સાથે જાેવા મળી.” આ પોસ્ટ શેર કરતાં કંગનાએ સ્પષ્ટતા કરી કે આ તેનાં એક ફિલ્મનાં પાત્રનો લૂક હતો. તેણે જણાવ્યું કે તેને સતત ફોન આવી રહ્યા છે અને તેને સમજાતું નથી કે આટલો મોટો મુદ્દો કેમ બનાવવામાં આવી રહ્યો છે.તેણે આગળ લખ્યું કે તે ગુપ્ત રીતે લગ્ન નહીં કરે, “હું દરરોજ શહેર અને આસપાસના વિસ્તારોમાં શૂટિંગ કરી રહી છું. કોઈએ પાત્રના મેકઅપમાં મારી આ સામાન્ય તસવીર લઈ લીધી અને હવે મને ઘણાં ફોન આવી રહ્યા છે. પરંતુ એક પરિણિત સ્ત્રીનાં લૂકમાં એવું મોટું શું છે? અભિનેતાઓ દરેક પ્રકારની ભૂમિકાઓ ભજવે છે. હું ગુપ્ત રીતે લગ્ન નહીં કરું, આ મારું વચન છે.”બીજી એક પોસ્ટમાં કંગનાએ ખુલાસો કર્યાે કે તે ભારે ગરમીમાં બહાર શૂટિંગ કરી રહી હતી. સમાચાર ચેનલોના એન્કર્સને પણ લપેટમાં લીધાં અને લખ્યું, “એસી સ્ટુડિયોમાં બેઠેલા ન્યૂઝ એન્કર્સ બહારના તાપમાન અને હીટવેવ વિશે ફરિયાદ કરી રહ્યાં છે, તો અમારું શું, જે લોકો વધારાની લાઇટ્સ અને બંધ જગ્યાઓ વચ્ચે બહાર ખુલ્લામાં શૂટિંગ કરી રહ્યા છીએ? હા હા, ફરિયાદ કરવાનું બંધ કરો મિત્રો. જીવન ત્યાં સુધી સુંદર છે જ્યાં સુધી તે તમને પડકાર આપે છે. જાે બધું સહેલું અને અનુમાન મુજબ હોય તો તે મૃત્યુ જેવું લાગે. હેપ્પી સમર.”



