
જાપાનના પૂર્વ મંત્રીના ગંભીર આરોપ ભારતીય અધિકારીના કારણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વિલંબ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વિલંબ અંગે જાપાનના પૂર્વ ન્યાય મંત્રી હિદેકી માકિહારાએ ભારતીય પક્ષને જવાબદાર ઠેરવ્યો
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજનાને લઈને જાપાનના પૂર્વ ન્યાય મંત્રી હિદેકી માકિહારાએ તત્કાલીન ભારતીય મંત્રી અને અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. માકિહારાએ દાવો કર્યો કે પરિયોજનામાં થયેલા વિલંબ માટે સંપૂર્ણપણે ભારતીય પક્ષ જવાબદાર છે. ભારતીય અધિકારીઓએ વાતચીત દરમિયાન ઘણી વખત પોતાના વચનો પૂરા ન કર્યા અને માત્ર પોતાના હિતોને પ્રાથમિકતા આપી.
ભારતમાં શિંકાનસેન પરિયોજના સાથે તેઓ પોતે જાેડાયેલા રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય બેઠકો તથા વાર્તાઓમાં ભારતીય પક્ષનું વલણ અત્યંત બિનજવાબદાર હતું. ભારતીય અધિકારીઓ વચનો આપતા હતા, પરંતુ તેને નિભાવતા ન હતા. એકવાર વચન આપ્યા પછી પણ તરત જ તેનાથી ફરી જતા હતા.
પૂર્વ જાપાની મંત્રીએ એવો પણ આરોપ લગાવ્યો કે પરિયોજના સાથે જાેડાયેલા ભારતીય મંત્રીનું વલણ સૌથી ખરાબ હતું. તેમણે કહ્યું, જાે ટોચના સ્તરે આવું વર્તન હોય, તો કોઈપણ પ્રકારની સકારાત્મક વાતચીત શક્ય બની શકે નહીં. માકિહારાએ ત્યાં સુધી કહ્યું કે પરિયોજના આગળ ન વધવાનું ૧૦૦ ટકા કારણ ભારતીય પક્ષ છે.
માકિહારાની ટિપ્પણી જાપાનના સીનિયર રેલવે એન્જિનિયર ઇસાઓ સુજીમુરાના એક લેખ બાદ સામે આવી છે. ટોક્યો સ્થિત બિઝનેસ પોર્ટલ ટોયો કેઇઝાઇ ઓનલાઇનમાં પ્રકાશિત લેખમાં સુજીમુરાએ દાવો કર્યો હતો કે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન પરિયોજના મૂળ જાપાની શિંકાનસેન મોડલથી ઘણી અલગ થઈ ગઈ છે. દિલ્હીમાં મેટ્રો-વ્હીકલ કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત સુજીમુરાએ લખ્યું કે ભારતીય અધિકારીઓ વ્યક્તિગત રીતે જાણતા હતા કે ૨૦૨૩ સુધીમાં પરિયોજના શરૂ કરવાનો લક્ષ્યાંક વાસ્તવિક ન હતો. જાે કે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ આ પરિયોજના સાથે વ્યાવસાયિક રીતે જાેડાયેલા નથી, પરંતુ તેની પ્રગતિ પર સતત નજર રાખી રહ્યા છે.
અમે પોસ્ટ જાેઈ છે. આ એક વ્યક્તિગત અભિપ્રાય છે અને તથ્યોથી તદ્દન અલગ છે. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ ટ્રેન પર ભારત-જાપાન વચ્ચેની વાતચીત સારી રીતે આગળ વધી રહી છે.
કોંગ્રેસ નેતા પવન ખેડાએ પૂર્વ જાપાની મંત્રીના આરોપોને લઈને કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે ભારત-જાપાન શિંકાનસેન પરિયોજના સાથે જાેડાયેલા રહેલા એક પૂર્વ જાપાની મંત્રીના આરોપો ગંભીર છે અને સરકારે તેના પર જવાબ આપવો જાેઈએ. જાે કે, ભારત સરકારનું કહેવું છે કે પરિયોજના નક્કી કરાયેલી યોજના મુજબ આગળ વધી રહી છે અને ભારત-જાપાન વચ્ચેનો સહયોગ પહેલાની જેમ જ મજબૂત બનેલો છે.




