
ભગવાન મને ક્યારેય એટલી અસુરક્ષા ન આપે કે મારે નેગેટિવ પીઆરનો સહારો લેવો પડે રાધિકાએ કહ્યું કે ઇન્ડસ્ટ્રીમાં દરેક માટે જગ્યા છે, કોઈએ તેના માટે બીજાને દૂર ખસેડવાની જરૂર નથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પેઇડ પીઆર અને નેગેટિવ પીઆરનો મુદ્દો એવો મુદ્દો છે, જે સમયાંતરે ચર્ચામાં આવ્યા કરે છે. હવે રાધિકા મદાને આ મુદ્દે વાત કરી છે. એક્ટ્રેસ રાધિકા મદાને ઇન્ડસ્ટ્રીમાં પેઇડ નેગેટિવ પી.આર. વિશે વાત કરી છે. તેણે જણાવ્યું છે કે તે આવા ટ્રેન્ડમાં માનતી નથી.એક ઇન્ટરવ્યુમાં, રાધિકા મદાને કહ્યું, “તમે કોઈને નીચે ખેંચીને ક્યારેય આગળ વધી શકતા નથી.
ભગવાન મને ક્યારેય એટલી અસુરક્ષા ન આપે કે મારે પોતાની જાતને સારી લગાડવા માટે કોઈને નીચે ખેંચવું પડે કે પેઇડ નેગેટિવ પીઆરનો સહારો લેવો પડે.” રાધિકા માને છે કે હિરાફાઈની વિચારસરણી કરતાં પોતાની જાતનું મુલ્ય સમજવામાં પોતાના વિશ્વાસને મહત્વ આપવું જાેઈએ.રાધિકા માને છે કે સફળતા માત્ર એક વ્યક્તિ સુધી મર્યાદિત નથી હતી. તેણે કહ્યું, “મને એવું પણ લાગે છે કે ટોચ પર માત્ર એક વ્યક્તિ માટે જગ્યા નથી. દરેક માટે જગ્યા છે.” રાધિકાએ કહ્યું કે ઇન્ડસ્ટ્રીમાં દરેક માટે જગ્યા છે, કોઈએ તેના માટે બીજાને દૂર ખસેડવાની જરૂર નથી. રાધિકાએ કહ્યું, ભારપૂર્વક જણાવ્યું કે તે આવા નકારાત્મક ઉપાયો કરતાં પોતાના કામ પર ધ્યાન આપવાનું પસંદ કરે છે. રાધિકાએ એવો પણ ઇશારો કર્યાે કે અભિનેતાઓ અંગેની વાતો ઘણીવાર બહારથી રચાય છે, ખાસ કરીને ડિજિટલ પ્લેટફોર્મ્સ અને સતત પબ્લિકની નજરમાં રહે છે, ત્યારે તે ઘડી કાઢવામાં આવે છે. જાેકે, તેણે કહ્યું કે આવી બાબતોથી કી કલાકારોની સફળતા નક્કી થતી નથી.




