
પોસ્ટર જાેઈને ચાહકોએ ધૂળ કાઢી નાખી હતી દાદાના પોસ્ટરમાં કચાશ રહી ગયાની રાજકુમાર રાવની કબૂલાત કેટલાકે યુઝર્શે એઆઈ જનરેટેડ પોસ્ટરને બદલે વાસ્તવિકતા દર્શાવવા વધુ સર્જનાત્મક બનવા સલાહ આપી સૌરવ ગાંગુલીની બાયોપિક ‘દાદા’ના પહેલાં પોસ્ટરમાં કચાશ રહી ગઈ હોવાની કબૂલાત ફિલ્મના મુખ્ય અભિનેતા રાજકુમાર રાવે કરી છે.તેણે કહ્યું હતું કે આ ફિલ્મના પોસ્ટરને ધાર્યાે પ્રતિસાદ મળ્યો ન હતો અને ઉલ્ટાનું ચાહકો દ્વારા ટીકાનો ભોગ બનવું પડયું હતું. તેણે કહ્યું હતું કે આ અનુભવ પછી સર્જકો નવો પદાર્થપાઠ શીખ્યા છે.તેમને સમજાયું છે કે લોકો ગાંગુલી માટે ખરેખર પાગલ છે અને તેઓ આ ફિલ્મ બાબતે કોઈ બાંધછોડ કરવાના મૂડમાં નથી.રાજકુમાર રાવે ‘દાદા’ ફિલ્મના પોસ્ટરને આઠ જુલાઇએ સૌરવ ગાંગુલીના જન્મદિને રજૂ કર્યુ હતું.૨૦૦૨માં નેટવેસ્ટ ટ્રોફીની ફાઇનલ જીત્યા બાદ ભારતની જીતની ઉજવણી કરવા લંડનના લોર્ડસ ક્રિકેટ ગ્રાઉન્ડ પર સૌરવ ગાંગુલીએ શર્ટ ફગાવી માત્ર વાદળી પેન્ટ પહેરી ભારતીય તિરંગાને લહેરાવેલો તે પ્રસંગને પોસ્ટરમાં દર્શાવવામાં આવ્યો હતો.જાેકે, ચાહકોએ આ પોસ્ટર બેહદ નબળું અને કૃત્રિમ લાગતું હોવાનું જણાવી ટીકા કરી હતી. અનેક ચાહકોએ કહ્યું હતું કે રાજકુમાર રાવના ચહેરા પર એ ભાવ જ આવતા નથી. કેટલાકે એઆઈ જનરેટેડ પોસ્ટરને બદલે વાસ્તવિકતા દર્શાવવા વધુ સર્જનાત્મક બનવા સલાહ આપી હતી.




