
આ ફિલ્મનું ર્નિદેશન સુખી ફેમ સોનલ જાેશી કરશે હોરર ફિલ્મ વિષકન્યામાં રાજકુમાર રાવ સાથે પ્રતિભા રંટાની જાેડી લાપતા લેડિઝથી ફિલ્મજગતમાં પ્રવેશેલી પ્રતિભા રન્ટા વિષકન્યાનું મુખ્ય પાત્ર ભજવશે
ધર્મા પ્રોડક્શન્સની ફેન્ટસી હોરર ફિલ્મમાં રાજકુમાર રાવ અને પ્રતિભા રંટાની મુખ્ય ભૂમિકા ભજવવા માટે પસંદગી કરવામાં આવી છે.લાપતા લેડિઝ ફિલ્મથી ફિલ્મ જગતમાં પ્રવેશેલી પ્રતિભા રંટા આ ફિલ્મમાં વિષકન્યાની મુખ્ય ભૂમિકા ભજવશે. આ ફિલ્મનું ર્નિદેશન ૨૦૨૩માં ‘સુખી’ ફિલ્મનું ર્નિદેશન કરી ફિલ્મ ર્નિદેશિકા બનેલી સોનલ જાેશી કરશે. સોનલ જાેશીએ ‘ધૂમ ૩’ અને ‘તમાશા’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૬ના અંતમાં શરૂ કરી દેવાશે. રાજકુમાર રાવે ધર્મા પ્રોડક્શન્સની ‘મિસ્ટર એન્ડ મિસિસ માહિ’માં ૨૦૨૪માં કામ કર્યું હતું. આ જ રીતે પ્રતિભા રંટાએ પણ ધર્મા પ્રોડક્શન્સની ‘એક્યુઝડ’માં કામ કર્યું છે જે ફેબુ્રઆરી ૨૦૨૬માં ઓટીટી પર રજૂ થઇ હતી.




