
ફિલ્મની આવકમાં મોટી ભાગીદારી કરશે.રણવીર ૩૦૦ કરોડનું બજેટ ધરાવતી પ્રલયનો સહ નિર્માતા બન્યો.ફિલ્મ દ્વારા કલ્યાણી પ્રિયદર્શન બોલિવુડમાં ડેબ્યૂ કરવાની છે. ફિલ્મની વાર્તા એક મેરીડ કપલને લગતી હશે.રણવીર સિંહ ‘ધુરંધર’ની ધુઆંધાર સફળતા બાદ હવે આ ફિલ્મના બીજા ભાગ ‘ધુરંધર: ધી રિવેન્જ’ની રીલિઝ પર ફોક્સ કરી રહ્યો છે પણ સાથે સાથે તેણે આગામી ફિલ્મ ‘પ્રલય’ની તૈયારી પણ આદરી છે. આ ફિલ્મનું બજેટ આશરે ૩૦૦ કરોડ નક્કી થયું હોવાનું કહેવાય છે. રણવીરની કોઈ સિંગલ ફિલ્મનું આ સૌથી મોટું બજેટ હોવાનું મનાય છે. રણવીર આ ફિલ્મનો સહ નિર્માત છે. ફિલ્મના નફાનો મોટો હિસ્સો તેને ફાળે જશે. આ ફિલ્મ દ્વારા કલ્યાણી પ્રિયદર્શન બોલિવુડમાં ડેબ્યૂ કરવાની છે. ફિલ્મની વાર્તા એક મેરીડ કપલને લગતી હશે. કોરોના લોકડાઉન સમયમાં સર્જાતા માન્યામાં ન આવે તેવા ઘટનાક્રમને લગતી વાત તેમાં દર્શાવાશે.




