
૧૫ મેએ રિલીઝ થવાની શક્યતા આખરી સવાલ ૮ મેએ રિલીઝ નહીં થઈ શકે ફિલ્મનું ટ્રેલર પણ હજુ સુધી સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા ક્લિયર કરવામાં આવ્યું નથી સંજય દત્ત અને સમીરા રેડ્ડી સહિતના કલાકારોની ફિલ્મ આખરી સવાલ, ૮ મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હતી, પરંતુ સેન્સર સર્ટિફિકેશન સંબંધિત સમસ્યાઓને કારણે નિર્ધારિત તારીખે થિયેટરોમાં પહોંચી શકે તેવી શક્યતા ઓછી છે. આ ફિલ્મનું ટ્રેલર પણ હજુ સુધી સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા ક્લિયર કરવામાં આવ્યું નથી. ટ્રેલર, ફિલ્મની જેમ, હજી પણ સેન્સર બોર્ડની મંજૂરીની રાહ જાેઈ રહી છે.
એક સુત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, “ફિલ્મનો વિષય અને તેની વાર્તા એવી છે કે સેન્સરના સભ્યો સાવચેતી રાખી રહ્યા છે. નિર્માતાઓએ સેન્સરની સમિતિને સમજાવ્યું છે કે તેમની ફિલ્મ ઐતિહાસિક ઘટનાઓ અને રેકોર્ડ્સ પર આધારિત છે અને તેથી તેને રિલીઝ થવા દેવી જાેઈએ. નિર્માતાઓ અને સેન્સરની સમિતિ વચ્ચેની ચર્ચાઓમાં ઘણો સમય લાગ્યો છે. તેથી, આખરી સવાલના પ્રોડ્યુસર્સે વિચાર્યું કે ફિલ્મને પછીની તારીખે ખસેડવામાં જ સમજદારી રહેશે.”સુત્રએ આગળ કહ્યું, “હાલમાં, નિર્માતાઓ તેમની ફિલ્મને ૧૫ મેના રોજ રિલીઝ કરવાની વિચારણા કરી રહ્યા છે. જરૂર છે કે તેમને સમયસર સેન્સર સર્ટિફિકેશન મળી જાય. એકવાર આ અડચણો દૂર થાય, પછી ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થવાની અપેક્ષા છે.”સંજય દત્ત સાથે, તેમાં નામાશી ચક્રવર્તી, અમિત સાધ, સમીરા રેડ્ડી, નીતુ ચંદ્રા, ત્રિધા ચૌધરી, મૃણાલ કુલકર્ણી, નીખિલ નંદા, અર્ચના અય્યર અને બિપિન નાડકર્ણીનો સમાવેશ થાય છે. આખરી સવાલ એક સમયે ૧૫ મેના રોજ રિલીઝ થવાની હતી અને ગયા મહિને જ તેને આગળ લાવીને ૮ મે રાખવામાં આવી હતી.



