
સૂર્યા અને જ્યોતિકાએ ૨૦૦૬માં લગ્ન કર્યાં હતાં સૂર્યા-જ્યોતિકાએ લગ્નનાં ૨૦ વર્ષ બાદ ફરી લીધાં ‘વેડિંગ વાઉઝ’ જ્યોતિકાએ કહ્યું, ‘આ પરફેક્ટ મેરેજની નહીં, અમારી અપૂર્ણતા, સમજણ અને એકબીજા માટે કરેલા સમર્પણની ઉજવણી છે’
સાઉથ સિનેમાના જાણીતા કલાકાર સૂર્યા અને જ્યોતિકાએ લગ્નજીવનના ૨૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ફરી એકવાર લગ્નના વચનો લીધાં છે. કપલે સોશિયલ મીડિયા પર વાઉઝ રિન્યુઅલ સેરેમનીનો એક વીડિયો શેર કર્યાે છે. આ પ્રસંગે જ્યોતિકાએ તેનાં બે દાયકાના સંબંધને ‘પરફેક્ટ મેરેજ’ને બદલે પ્રેમ, સમજણ, સમાધાન અને સતત થતા પરિવર્તનની સફર ગણાવી હતી.જ્યોતિકાએ લખ્યું, “આ અમારા પ્રેમ અને સંઘર્ષના ૨૦ વર્ષની ઉજવણી છે. આ પરફેક્ટ મેરેજની ઉજવણી નથી, પરંતુ અપૂર્ણતા, એડજસ્ટમેન્ટ, સમજણ, બલિદાન અને એકબીજાને નિ:સ્વાર્થ પ્રેમ કરવાની ઉજવણી છે. આ ‘અમે’ની ઉજવણી છે.”તેણે સૂર્યા માટે પોતાનાં વચનો પણ શેર કર્યા. જ્યોતિકાએ જીવનના સકારાત્મક પાસાં જાેવાની, દરેક ક્ષણની ઉજવણી કરવાની અને મળેલા જીવન તથા પરિવાર માટે આભાર માનવાની વાત કરી. બાળકો અને પરિવારને લઈને તેણે કહ્યું કે તે એક સારી માતા બનવાનું વચન આપે છે અને તેનાં બાળકો માટે એવી ખુશીનું કારણ બનવા માગે છે કે તેઓ માતા-પિતાની સાથેની સફરને ફરી જીવવા ઇચ્છે.જ્યોતિકાએ સ્વાસ્થ્યને જીવનની સાચી સંપત્તિ ગણાવતાં પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું પણ વચન આપ્યું. સાથે જ તેણે પોતાને ‘અપૂર્ણ પત્ની’ તરીકે સ્વીકારી, જે ક્યારેક પતિ સાથે ઝઘડે છે, પછી સમાધાન કરે છે અને દરેક વખતે સંબંધને વધુ નજીકથી સમજવાનો પ્રયાસ કરે છે.તેનાં મતે, તેનાં સંબંધમાં મિત્રતા સૌથી મહત્ત્વની છે. તેણે સૂર્યાને પોતાનો સમકક્ષ, વિશ્વાસુ, ગોસિપ પાર્ટનર અને બેસ્ટ ળેન્ડ ગણાવ્યો. અંતે તેણે લખ્યું, “તો અમારી આગામી ૨૦ વર્ષની સફર માટે—આ અપૂર્ણ અમે, પરંતુ સંપૂર્ણ સમજણ સાથે.”આ પોસ્ટ પર આર. માધવન અને સોનાક્ષી સિંહા સહિત અનેક કલાકારોએ કપલને શુભેચ્છા પાઠવી હતી. સૂર્યા અને જ્યોતિકાએ ૨૦૦૬માં લગ્ન કર્યાં હતાં. બંનેએ લગ્ન પહેલાં અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.




