
સુવિંદર વિક્કી ૫૦ વર્ષની ઉંમરમાં બની ગયો સ્ટાર ખિસ્સામાં ખાલી પાંચ હજાર રૂપિયા લઈને મુંબઈ આવ્યો હતો “આવારાપન “માં ઇમરાન હાશ્મીની સાથે જાેવા મળેલાં આ એક્ટરે કરિયરનાં શરૂઆતનાં દિવસોમાં ખૂબ મહેનત કરી છે
દર વર્ષે હજારો લોકો મોટા-મોટા સપનાઓ લઈને મુંબઈ આવતા હોય છે. પરંતુ બહુ ઓછાં લોકો ઇન્ડસ્ટ્રીમાં ટોપ પર પહોંચીને સફળતા હાસિલ કરતા હોય છે. આ સાથે અનેક લોકો એવા પણ છે કે જેમને સખત મહેનતનું કોઈ પરિણામ મળતું નથી અને અંતે નિરાશ થઈ જાય છે.
આમ, આજે અમે તમને એક એવા હીરો વિશે જણાવીશું જેમણે એક્ટિંગ કરીને લોકોનું દિલ જીતી લીધું છે. આ હીરોનું નામ સુવિંદર વિક્કી છે. ઇમરાન હાશ્મીની આવારાપન ૨થી લોકોનાં દિલમાં રાજ કરનાર સુવિંદરને આ સફળતા રાતોરાત નથી મળી, પરંતુ આ પાછળ તેમની અનેક ઘણી મહેનત અને સંઘર્ષ કર્યો છે.
પંજાબનાં એક સાધારણ પરિવારમાં જન્મેલા સુવિંદરને બાળપણથી જ એક્ટિંગનો ખૂબ શોખ હતો. પટિયાલાની પંજાબી યુનિવર્સિટીમાંથી થિએટર એન્ડ ટેલિવિઝનમાં એમએની ડિગ્રી મેળવી હતી. જાે કે શરૂઆતથી જ એક્ટરનું એક સપનું હતું કે મુંબઈમાં જવું છે અને ત્યાં સેટ થવું છે.
સુવિંદરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતુ કે, તેમને એક નાટકનાં ૫૦૦૦ રૂપિયા મળ્યાં હતા. બસ માત્ર આટલી રકમ ખિસ્સામાં મૂકીને મુંબઈ આવી ગયા હતા. પરંતુ મુંબઈની મોંઘવારીને કારણે થોડા દિવસોમાં જ આ રકમ પૂરી થઈ ગઈ હતી. પરિસ્થિતિ એવી થઈ કે ખાવાનાં પણ ફાંફા પડતા હતા. આમ, આ બધા કારણોસર પાછા પંજાબ ગયા હતા.
આટલું જ નહીં ગુજરાન ચલાવવા માટે ઇન્સ્યુરન્સ પોલીસી પણ વહેંચી દીધી હતી. આ બધી પરિસ્થિતિ વચ્ચે હિંમત હાર્યા નહીં અને સખત મહેનત કરી. વર્ષ ૨૦૦૪માં ફિલ્મ દેશ હોગા પરદેસથી કરિયરની શરૂઆત કરી હતી. લગભગ એક દશક સુધી પંજાબી ફિલ્મોમાં કાકા, મામા તેમજ નાના-મોટા સાઈડ રોલ કરતા રહ્યાં. ઉડતા પંજાબ અને કેસરીમાં એક નાના રોલમાં જાેવા મળ્યાં હતા.
આમ, ૫૦ વર્ષની ઉંમરમાં સુવિંદરની કિસ્મત રાતોરાત ચમકી ગઈ. નેટફ્લિક્સની પોપ્યુલર વેબ સીરિઝ કોહરામાં તેમનાં ગ્રે શેડની ભૂમિકાનાં લોકોએ ખૂબ વખાણ કર્યા હતા. કોહરા સુવિંદર વિક્કીનાં કરિયર માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી. આ કારણે સુવિંદરને ઘરે-ઘરે ઓળખ મળી હતી. આ દિવસોમાં સુવિંદર વિક્કી આવારાપન ૨ની બમ્પર સફળતાને એન્જાેય કરી રહ્યાં છે. હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરતા તેમણે આ ફિલ્મનો ભાગ બનવાનો આનંદ વ્યક્ત કર્યો હતો.




