
ખેડૂતો સરકાર પાસે સબસીડીની માંગ કરી રહ્યા છેબટાટાના મબલખ પાક વચ્ચે ખેડૂતોના આંખમાં પાણીહાલ મણે ૯૦ રૂપિયાથી ૧૫૦ રૂપિયા આસપાસ ખેડૂતોને ભાવ મળી રહ્યો છે જેથી ખેડૂતોને બટાટા વાવેતરનો ખર્ચો પણ નીકળે તેમ નથીબનાસકાંઠા જિલ્લાના ડીસા તેમજ વડગામ પંથકમાં દર વર્ષે મોટાપ્રમાણમાં ખેડૂતો બટાટાનું વાવેતર કરતા હોય છે ગત વર્ષે બટાટાના ભાવ ખુબજ સારા મળતાં મોંઘું બિયારણ લાવીને ખેડૂતોએ મોટાપ્રમાણમાં બટાટાનું વાવેતર કર્યું હતું અને ખેડૂતોની અથાગ મહેનતના પરિણામે પુષ્કળ પ્રમાણમાં બટાટાનું ઉત્પાદન થયું. જાેકે ખેડૂતોએ ખેતરો માંથી બટાટા નીકાળવાની શરૂઆત કરતાં અચાનક બટાટાના ભાવ ગગડી જતાં ખેડૂતોની હાલત કફોડી બની છે.
ગત વર્ષે ખેડૂતોને બટાટાના મણે (૨૦ કિલોના) ૨૩૦ થી ૨૫૦ રૂપિયા જેવો ભાવ મળ્યો હતો જાેકે આ વર્ષે હાલ મણે ૯૦ રૂપિયાથી ૧૫૦ રૂપિયા આસપાસ ખેડૂતોને ભાવ મળી રહ્યો છે જેથી ખેડૂતોને બટાટા વાવેતરનો ખર્ચો પણ નીકળે તેમ નથી. જેથી બટાટાના સારા ભાવ મળવાની આશા ઉપર પાણી ફરી વળતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે અમે ૧૫૦૦ રૂપિયાના મોંઘા ભાવનું બિયારણ લાવ્યા હતા. તેમજ મોંઘુ ખાતર અને ખેડાઈ આપીને બટાટાનું વાવેતર કરીને રાત ઉજાગરા કર્યા હતા.
જાેકે પાક પણ સરસ થતા અમને આશા બંધાઈ હતી કે અમને ભાવ સારા મળશે પરંતુ જેવા બટાટા નીકાળવાની શરૂઆત કરી કે ભાવ ગગડીને ૯૦ થી ૧૫પ રૂપિયા આસપાસ થઈ ગયો આટલા ઓછા ભાવથી અમારો ખર્ચ પણ નીકળે તેમ નથી.અમને વિધે ૩૦ થી ૩૫ હજાર રૂપિયાનો ખર્ચ થયો છે તે પણ વસુલ થાય તેમ નથી જેથી હવે અમારે શુ કરવું તે જ ખબર પડતી નથી જાે સરકાર બટાટામાં સબસીડી આપે અથવા ભાવ વધારે તો જ અમે બચી શકશું નહિ તો દેવાદાર બની જઈશું.
ગત વર્ષે બટાટાના સારા ભાવ જાેઈને અમે ૫ વિઘમાં આ વર્ષે બટાટાનું વાવેતર કર્યું હતું પણ બટાટા નીકાળતા જ ભાવ ગગડી ગયા અમારો ખર્ચ પણ નીકળે તેમ નથી. અમે ગત વર્ષની બટાટાની તેજી જાેઈને મોંઘા બિયારણ લાવીને ૨૦૦ વિઘમાં વાવેતર કર્યું હતું, એક વિધામાં ૩૦ થી ૩૫ હજાર જેટલો ખર્ચ થયો છે. પણ બટાટા નીકળતાં જ ભાવ ગગડી ગયા છે. સરકાર સબસીડી આપે.
ગયા વર્ષે બટાટાના કિલોએ ૧૮થી ૨૦ રૂપિયા હતા જાેકે હાલ અમે બટાટા નીકાળ્યા તો ૮ થી ૯ રૂપિયા ભાવ થઈ ગયા અમારે મોટું નુકસાન થવાનો વારો આવ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે મોટાપ્રમાણમાં બટાટાનું વાવેતર થયું હતું જાેકે બટાટાના વાવેતરમાં સુકારા સહિતના રોગો આવતા બટાટાનું ઉત્પાદન ઘટતાં તેની માંગ વધી હતી જેને લઈને બટાટામાં તેજી આવતા બટાટાનો ભાવ મણે ૨૦૦ રૂપિયાથી ૨૫૦ રૂપિયા જેટલો થયો હતો જેને લઈને ખેડૂતો અને વેપારીઓને ફાયદો થયો હતો જાેકે ગત વર્ષની ભારે તેજીને લઈને આ વર્ષે પણ મોટાપ્રમાણમાં ખેડૂતોએ બટાટાનું વાવેતર કર્યું હતું.
જાેકે બટાટામાં આ વખતે કોઈ રોગ નહિવત પ્રમાણમાં આવતા બટાટાનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થયું હોવાથી તેમજ ગત વર્ષના કોલ્ડસ્ટોરેજમાં પડેલ બટાટા હજુ સુધી માર્કેટમાં જતા હોવાથી બટાટાની માંગ પ્રબળ ન બનતા બટાટા નિકળાતા સમયે જ બટાટાના ભાવ ગગડી ગયા હોવાનું તારણ કોલ્ડસ્ટોરેજના સંચાલકો અને વેપારીઓ આપી રહ્યા છે. આ વર્ષ બટાટાનું ઉત્પાદન વધ્યું છે તો હજુ ગત વર્ષના બટાટા પણ કોલ્ડસ્ટોરેજમાં પડ્યા છે જેથી માંગ ઘટતાં ભાવ ઘટી ગયા છે.
આ વર્ષે બનાસકાંઠામાં આવેલી ઉપરાઉપરી કુદરતી આફતોના કારણે ખેડૂત પહેલેથી જ અનેક મુશ્કેલીઓમાં ઘેરાયેલો છે ત્યારે હવે બટાટાના ભાવ ગગડી જતાં ખેડૂતોની હાલત કફોડી બનતાં ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે હવે જાેવાનું એ રહ્યું કે સરકાર ખેડૂતોને મદદ કરે છે કે કેમ ?




