Ahmedabad Crime Branch: અમદાવાદના થલતેજમા ડોક્ટરને એક ગઠિયાએ રીડેવલપમેન્ટ સ્કીમાં પાંચ વર્ષ માટે રોકાણ કરીને યોગ્ય નફો કમાવવાની લાલચ આપીને રુપિયા 5.77 કરોડનો ચુનો લગાવ્યો હતો. ડોક્ટરે તપાસ કરતા જે દુકાનના બાનાખત કર્યા હતા તે બીજાને વેચી નાખી હોવાનું સામે આવ્યું હતું. તેમજ ગઠિયાએ ભાગીદારી પેઢીમાં કોઇને આ અંગે જાણ પણ કરી ન હતી. ડોક્ટરે રુપિયા પરત માંગતા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી. આ અંગે ડોક્ટરે ગઠિયા સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરાવી છે.
નરેશ મલ્હોત્રા સત્તાધાર ચાર રસ્તા પાસે હોસ્પિટલ ધરાવી ડોક્ટરની પ્રેક્ટિસ કરે છે
નરેશ મલ્હોત્રા સત્તાધાર ચાર રસ્તા પાસે હોસ્પિટલ ધરાવી ડોક્ટરની પ્રેક્ટિસ કરે છે. વર્ષ 2018માં નારાયણ કોર્પોરેશન ભાગીદારી પેઢીના ભાગીદાર રઘુ પટેલે નરેશભાઇને જણાવ્યું હતું કે, ગુરુકુળ રોડ પર રિડેવલોપિંગનું ચાલુ કરીને નારાયણ એક્ઝોટિકા નામની રેસિડન્ટ અને કોમર્શિયલ સ્કીમ ચાલુ કરી છે. રુપિયાની જરુર હોવાથી તમે આ સ્કીમમાં પાંચ વર્ષ માટે રોકાણ કરો તો અમે તમને યોગ્ય વળતર આપીશું.
લાલચમાં આવીને નરેશભાઇએ મિત્રો પાસેથી રુપિયા ભેગા કરીને રઘુને 6.25 કરોડ આપ્યા હતા
લાલચમાં આવીને નરેશભાઇએ મિત્રો પાસેથી રુપિયા ભેગા કરીને રઘુને 6.25 કરોડ આપ્યા હતા. તેમજ નફા પેટે દરમહિને રુપિયા 25 લાખ ચૂકવી આપશે તેવું નક્કી થયું હતું. તેમજ સિક્યુરિટી પેટે રઘુએ ત્રણ દુકાનના બાનાખત કરાર કરી આપીશ તેમજ રુપિયા પાછા આપે ત્યારે તમામ દુકાનો પરત લખી આપવાનું નક્કી થયું હતું. પરંતુ નરેશભાઇને જાણ થઇ હતી કે તેમને ભાગીદારી પેઢીમાં આ અંગે જાણ કરી ન હતી. તેમજ જે દુકાનોનો બાનાખત કરવામાં આવ્યા હતા તે અન્ય લોકોને વેચાણ કરી દીધી છે. આમ રઘુએ રુપિયા 48 લાખ પરત આપીને ઠગાઇ આચરી હતી. આથી નરેશભાઇએ રુપિયાની ઉઘરાણી કરતા હવે તમને કંઇ મળશે નહીં તેવું કહી દિધું હતું.